- Advertisement -
જામનગર દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં નિંદ્રાધીન પરિવાર પાસેથી ચાવી આંચકી તસ્કરોએ રૂપિયા ૨ લાખના માલમત્તાની કરી ઘરફોડ ચોરી.
જામનગરમાં ગતરાત્રીએ દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૧૦ માં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ચકચાર મચી છે,શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા અને રેડીમેન્ટ સ્ટોરનો વેપાર કરતા દિનેશભાઈ માંડલિયા પરિવાર સાથે અગાસી પર સુતા હતા,ત્યારે તસ્કરો ત્રાટકયા,ઓશિકા પાસે રાખેલી ચાવી લઈ ઘરના કબાટમાં રહેલ સોનાના પેન્ડલ બુટ્ટી અને રોકડ તેમજ મોબાઈલ મળી કુલ અંદાજિત બે લાખ ની રકમના માલમત્તાની ચોરી કર્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર