Tuesday, September 21, 2021
Homeજામનગર : ટીપરવાનમાં કચરાની સાથે કેરણ ભરી વજન ભરવાના કૌભાંડનો પર્દાફાશ
Array

જામનગર : ટીપરવાનમાં કચરાની સાથે કેરણ ભરી વજન ભરવાના કૌભાંડનો પર્દાફાશ

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ગાર્બેજ કલેકશન બાબતે સામાન્ય ગૃહમા વિરોધ પક્ષ દ્વારા સોલિડવેસ્ટ શાખામાં કચરાની ગાડી વિશે નો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે શહેરમાં કચરો ઉપાડતી કોન્ટ્રાક્ટરની કંપની ગાડીમાં કેરણ ભરીને વજન વધારવામાં આવે છે અને જેમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. તેવી રજૂઆત કરી હતી ત્યારબાદ કમિશ્નરે વિજય ખરાડી સોલીટ વેસ્ટ શાખા અધિકારીઓને સૂચના આપી કડક કાર્યવાહી કરવા કહ્યું હતું.

ત્યારબાદજામનગર મહાનગરપાલિકાની સોલીટ શાખા દ્વારા તારીખ 27 ના સવારે 8 થી બપોરના 12:30 કલાક સુધીમાં જામનગરમહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ગાર્બેજ કલેકશન માટે ચાલતા જુદા જુદા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ સાથે સામેલ લિસ્ટ મુજબ 48 વાહનોમાંથી ગાર્બેજ સાથોસાથ કેરણ જોવા મળેલ નથી.

સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ ગાડીમાં કચરા સાથે કેરણ મળ્યુંકચરા ના ડમ્પિંગ પોઇન્ટ પર 3 ગાડીઓમાં કેરણ ભરેલ મળી આવ્યું હતું. જે નીચે મુજબ છે.1)GJ 10 TX 3409 -ઓમ સ્વચ્છતા કોર્પોરેશનની ગાડીને પેનલ્ટી 4.21 લાખ બે મહિનાની મારવામાં આવી છે.

2)GJ 10 TX 3385 – ઓમ સ્વચ્છતા કોર્પોરેશનની ગાડીને પેનલ્ટી 4.59 લાખ બે મહિનાની મારવામાં આવી છે.

3)GJ 10 TX 2517 -પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ ગાડીને પેનલ્ટી 4.35 લાખ બે મહિનાની મારવામાં આવી છે.

જ્યારે કચરાના ડમ્પિંગ સાઇટ પર કેટલા ટાઈમ થી આ ગાડીઓ કચરા ની જગ્યાએ કેરણભરીને આવતી હશે, તે પણ તપાસનો વિષય છે. કેટલા સમયથી કચરા ની જગ્યાએ કેરણ ભરાતું હશે. અને પ્રજાના પરસેવા ની કમાણીમાંથી પૈસા આપી શહેરમાંથી કચરો સફાઈ કરવામાં હવે છે અને આવી કંપનીઓ ભ્રષ્ટાચાર કરી પ્રજાના પૈસા ની લૂંટ ચલાવે છે.

જામનગર મહાનગર સોલિડવેસ્ટ કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા જણાવ્યું હતુંજ્યારે કુલ 51 ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં 3 ગાડીમાં કચરા સાથે કેરણ જોવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments