જામનગરની જી.જી.હોસ્પિટલમાં આંખ કાન અને ગળાના વિભાગ પાસે આવેલી લિફ્ટ એકાએક બંધ થઈ જતા અંદર રહેલો યુવક મુશ્કેલીમાં મુકાયો હતો…. મહત્વનું છે કે જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલ ૩ થી ૪ લિફ્ટ બંધ હાલતમાં છે અને જે ચાલુ હાલતમાં છે તે પણ ગમે ત્યારે બંધ થઈ જાય છે….
આ લિફ્ટમાં દર્દીઓને ઉપલા મળે તેમજ અન્ય વોર્ડમાં પણ લઇ જવામાં આવે છે… આજે 11:00 દર્દીની સાથે આવેલા યુવક દવા લેવા માટે નીચે જઇ રહ્યો હતો ત્યારે લિફ્ટ બંધ થઈ ગઈ હતી…. લિફ્ટમેન સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકને બહાર નીકળવાની પ્રયાસો કરવામાં આવ્યા હતા…
અડધી કલાક યુવક લિફ્ટમાં ફસાયેલો રહ્યા બાદ લિફ્ટ ખુલી હતી… અને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.. લિફ્ટની અંદર રહેલા આ યુવતીએ બૂમાબૂમ કરી મૂકતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા….
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર