Wednesday, January 19, 2022
Homeગુજરાતજામનગર : 31 ડિસેમ્બર પૂર્વે ચાર સ્થળો પરથી 678 બોટલ દારૂ ઝડપાયા

જામનગર : 31 ડિસેમ્બર પૂર્વે ચાર સ્થળો પરથી 678 બોટલ દારૂ ઝડપાયા

જામનગર શહેર અને જિલ્લામાં પ્યાસીઓ થર્ટીફર્સ્ટની ઉજવણી કરે તે પહેલા પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી ઈંગ્લીશ દારૂની કુલ 678 બોટલ તેમજ 68 બિયર સહિત કુલ રૂ. 10 લાખ ઉપરાંતના મુદામાલ સાથે 3 શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે બે શખ્સો ફરાર થઇ ગયા હતા.

જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના તમાચણ ગામના પૂર્વ મહિલા સરપંચના પતિ દેવ એવા ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમાર કે જેઓ પોતાની ગ્રામ પંચાયત અને જી.જી. ના સિમ્બોલ લખેલી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યા છે, જે દારૂ ભરેલી કાર બહારગામથી આયાત કરીને માંડવરાય મંદિરની સામે 1 આવેલા પોતાના રહેણાંક । મકાનમાં પાર્ક કરી દીધી છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે ગઇકાલે મોડી સાંજ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ફળિયામાં પાર્ક કરેલી કારમાંથી 396 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો તેમજ 68 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂ.1,58,400ની કિંમતનોઈંગ્લિશ દારૂ, તેમજ રૂ. 6800ની કિંમત બીયરના ટીન તથા કાર અને મોબાઈલ ફોન વગેરે મળી કુલ પોન્ના સાત લાખ રૂપિયાની માલમતા કબજે કરી હતી.

આ મામલે ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભામાધુભા પરમારની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવતાં દારૂનો આ જથ્થો રાજસ્થાનના દીપક પરમાર નામના મારવાડી શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેને ઉપરોક્ત દારૂના કેસમાં ફરારી જાહેર કરી તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

આ ઉપરાંત દારૂ અંગેનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતા તેન્દ્રસિંહ જયેન્દ્રસિંહડેજાના કબ્જના મકાન પર પાડયો હતો. જ્યાંથી પોલીસે 256 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો વગેરે મળી કુલ. 1,29,000નો મુદામાલ કબજે કરી લીધો હતો. આ દરોડા સમયે જીતેન્દ્રસિંહ જાડેજા નામનો શખ્સ ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી, શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત દારૂ અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાં મકાન ભાડે રાખીને રહેતા મીતેશ ઉર્ફે લખન જેરામભાઈ દાઉદીયાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતાં તેની અટકાયત કરવામાં આવી હતી.

જામનગરના શરૂ સેકશન રોડ પાસે આવેલ એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં રહેતાં ઈન્દ્રસિંહ ઉર્ફે શંકરસિંહ ઉમેદસિંહ નામનો ડ્રાઈવર શખ્સ દારૂનો જથ્થો લઈને નિકળતા પોલીસે તેની અટકાયત કરી લતાશી લેતાં તેના કબજામાંથી રૂ. 10,500ની કિંમતની ઈંગ્લીશ દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી પોલીસે મુદામાલ કબજે કરી આરોપી ઈન્દ્રસિંહની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular