Wednesday, September 29, 2021
Homeજામનગર : કોરોનાની ગાઈડલાઇન અનુરુપ ધો. 9થી 11ના વર્ગો શરૂ
Array

જામનગર : કોરોનાની ગાઈડલાઇન અનુરુપ ધો. 9થી 11ના વર્ગો શરૂ

જામનગરમાં સરકારની કોરોનાની ગાઈડલાઇન અનુરુપ આજથી ધો. 9થી 11ના વર્ગો શરૂ થયા છે. નિયમોની અમલવારી ફરજિયાત અને હાજરી મરજિયાત સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યા છે. વાલીના સંમતિપત્ર બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાની શાળાઓમાં 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

જામનગરમાં ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓમાં આજથી ફિઝિકલ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. જામનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોઉત્તર ઘટતા કોરોના કેસોની સંખ્યા ધ્યાનમાં લઇને શાળાઓના વર્ગો આજરોજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે. આજથી શરૂ થયેલી શાળાઓમાં વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરાયા છે અને વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.

શાળામાં વર્ગોમાં અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ પત્ર પણ સાથે લાવવાનું રહેશે અને આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. શાળાઓમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરવાનું રહેશે તેવી સૂચનાઓ પણ આપી છે જ્યારે લાંબા સમય બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments