જામનગર : સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ પર હુમલો, 2 સામે ફરિયાદ

0
4

જામનગર નજીકના સિક્કા ખાતે દિગ્વિજય ગ્રામપંચાયતના સરપંચ અને તેના ભાઇ પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની સિક્કા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવમાં આવી છે તો સામે પક્ષે બે યુવાનોને સરપંચબંધુએ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવામાં આવી છે. આરોપીના દાદાના મૃત્યું બાદ પ્રમાણપત્ર બાબતના મનદુ:ખને લઇને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

સિક્કા પોલીસ દફતરમાં આ બનાવ અંગેની સામસામે ફરિયાદ નોંધાઇ છે. સિક્કાના સરપંચ જગદીશ વાલજીભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ કારાભુંગા વિસ્તારમાં રહેતા દિપક કેશજીવજીભાઇ ચૌહાણ અને જીતેશ આલજીભાઇ ચૌહાણ નામના બે શખસોએ મંગળવારે બપોરે પોણા બે વાગ્યે સરમરીયા ડાડાના મંદિરની પાસે હુમલો કરી માર માર્યો હતો. જેમા સરપંચને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

સરપંચને માથાના ભાગે પાંચ ટાંકા અને હાથના ભાગ ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 15 દિવસ પૂર્વે આરોપી દિપકના દાદાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના મરણનો દાખલો તેમના સરપંચે કાકા મોતીલાલ રાજકોટવાળાને અરજીના આધારે આપી દીધો હોવાથી બોલાચાલી કરી હતી અને હુમલો કર્યો હતો.

જયારે સામા પક્ષે દિપક કેશવજીભાઇ ચૌહાણે સરપંચ જગદીશ વાલજી ચૌહાણ અને તેના ભાઇ ધર્મેન્દ્ર વાલજી ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી સરપંચે દાદાના મરણના પ્રમાણપત્રની રાજકોટના સંંબંધીને નકલ આપી દેતા કહેવા જતા તે ઉશ્કેરાઇ ગયા હતા અને હુમલો કરી માર માર્યો હોવાનું આરોપ લગાવ્યો હતો. આ બનાવ અંગે બન્ને ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here