Sunday, February 16, 2025
Homeજામનગર : લાખાબાવળના ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશિર્વાદરૂપ
Array

જામનગર : લાખાબાવળના ચારણ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશિર્વાદરૂપ

- Advertisement -

જામનગરના લાખાબાવળ ગામના ચારણ હરજોગભાઈ અને તેમના પત્ની માલીબેન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) જાણે આશિર્વાદ રૂપ બનીને આવી. દરેક સ્ત્રીને પોતાનુ ઘર હોવાનુ સ્વપ્ન હોય છે. હરજોગભાઈ અને માલીબેન આર્થિક રીતે ખૂબ જ નબળી પરિસ્થિતિમાં જીવન ગુજરાન ચલાવતા હતા. તેઓ મજુરી કામ અને ઢોર ચારીને ગામની સીમમાં તંબુ બાંધી ને રહેતા હતા. શિયાળાની ઠંડી, ઉનાળાનો ભરપુર તાપ અને ચોમાસાની ઋતુમાં વરસાદ, કાદવ-કીચડ તથા જીવ-જંતુઓના ત્રાસ સહન કરી નેસના ઝુપડામાં રહેતા હતા. એવા સંજોગોમાં અચાનક ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ 2018-19માં આપેલ હતા. જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.

ઉપરાંત તેઓને આ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના આવાસની સાથે-સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભ અપાવી વીજ કનેક્શનથી તેઓના ઘર-પરિવારમાં દિપક ઝળહળી ઉઠ્યો હતો. જેથી તેઓ તથા તેમનો આ ચારણ પરિવાર નેસડો મુકીને પાકા ઘરમાં રહેવા માટે તેઓ સરકારશ્રી તથા સંવેદનશીલ સરાકરીના આભારી છે.

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular