જામનગર જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સીંઘલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.પી.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ I/C પોલીસ ઇન્સપેકટર એચ.બી.ગોહિલ સાહેબની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સબ ઈન્સ. કે.સી.વાઘેલા સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ. જશપાલસિંહ જેઠવા તથા હરદીપભાઈ બારડ તથા યુવરાજસિંહ જાડેજા ને ખાનગી રાહે હકિકત મળેલ કે નવાગામ ઘેડ, ટીંબા ફળી, નીચલો પાળો ચંદીબેનની દુકાનની બાજુમાં જાહેરમાં અમુક ઇસમો ગંજી પતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી હારજીત કરી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડે છે જે આધારે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી
(૧) પ્રતાપસિંહ ઉર્ફે રાજ્યોબન પ્રભાતસિંહ જાડેજા જાતે ગીરા ઉ.વ ૫૧ ધંધો મજુરી રહે.નવાગામ ઘેડ,
(૨). અનીરૂધ્ધસિંહ પ્રભાતસિંહ જાડેજા જાતે ગીરા, ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે. નવાગામ ઘેડ,
(૩) વિનોદભાઈ પંચાણભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ ૫૦ ધંધો મજુરી રહે. નવાગામ ઘેડ
(૪) રવી રણછોડભાઈ લોલાડીયા જાતે ભોઈ ધંધો મજુરી રહે. નવાગામ ઘેડ,
જામનગરવાળાઓને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૯૦૦- તથા ગંજીપતાના પાના સાથે રેઈડ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહિલ તથા પોલીસ સબ ઈન્સ. કે.સી.વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ. ચંદ્રવિજયસિંહ ઝાલા, અમીતભાઈ નીમાવત તથા પોલીસ કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમાર તથા જશપાલસિંહ જેઠવા તથા હરદીપભાઈ બારડ તથા યુવરાજસિંહ જાડેજા તથા ચાંદનીબેન મારૂ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર