ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સદસ્યતા અભિયાન પર્વ ૨૦૧૯ કાર્ય્રકમ નું ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ. ૬-જૂનથી ભારતીય જનતા પાર્ટી નો પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ થયેલ. ૪૦૦ થી વધુ કાર્યકર્તાઓની હાજરીમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, સંગઠન પર્વના પદાધિકારીઓ પ્રદેશથી વિશેષ આમંત્રિત પધારેલ મહાનુભાઓ, સાંસદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નું જીવંત ઉદબોધનનું ડિજિટલ પ્રસારણ વિશાળ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમા શહેર પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચાએ સ્વાગત પ્રવચન આપેલ, તથા તથા સદસ્યતા અભિયાન વિષે વિસ્તૃત માહિતી આપેલ. તેઓ એ આ તબ્બકે શ્યામ પ્રસાદ મુખરજીને યાદ કરતા જણાવેલ કે, ૬ – જૂન એ શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતિ છે, જેઓ એ જનસંઘ ની સ્થાપના કરી જેનો ઉદેશ દેશમાં એક રાષ્ટ્રવાદી ભાવના અને વિચારોનું દીપ પ્રગટાવાનો રહ્યો.
કાર્ય્રક્રમ દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનના સહાઇન્ચાર્જ અમીબેન પરિખએ જણાવેલ કે, શ્યામ પ્રસાદ મુખરજીએ જનસંઘ નું બીજ રોપ્યું, જેનું ફળ આજે આપણે સૌ ને મળી રહ્યું છે. તેથી તેઓ ને વંદન કરવું જોઈએ. આઝાદી પછી દેશમાં બેનેલી પ્રથમ લોકશાહી સરકાર કોંગ્રેસ સરકાર માં શ્યામાપ્રસાદ મુખરજી મંત્રી હતા, પણ દેશની અખંડિતતા જોખમાતાં તેઓ એ જનસંઘના બીજ રોપ્યા.આ અંતર્ગત જયારે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સહુથી મોટ્ટી રાજકીય પાર્ટી બની છે, ત્યારે હજુ તેને વધુ ને વધુ મજબૂત કરવા જહેમત ઉઠાવવી જોઈએ, જ્યાં સંગઠન નથી, તેવા પ્રત્યેક વિસ્તાર, પ્રત્યેક ખૂણે જઈ લોકોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા થી અવગત કરાવી તેઓ ને પક્ષ સાથે જોડવા જોઈએ. આ તબબકે દરેક બુથ દરેક વોર્ડમાં મજબૂત કામગીરી કરવી જોઈએ. ત્યાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું બીજ રોપી સદસ્યો બનાવી પક્ષને વધુ મજબૂત કરવો જોઈએ.
જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ ઉદબોધન કરતા જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે, જે હંમેશા “નેશન ફર્સ્ટ” ની વિચારધારા ઉપર અવિરત કામગીરી કરતી રહી છે. તેઓ એ જણાવેલ કે જે કાશ્મીર માટે શ્યામપ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું, અને કોંગ્રેસએ જે કાશ્મીર ને ભારત ની અળગું રાખ્યું, તે કાશ્મીર માટે આજે મોદી સરકાર મક્કમતા થી, અડીગ્તાથી કહી રહી છે કે “જહાં દિયા બલિદાન મુખરજી, વોહ કાશ્મીર હમારા હૈ” અને ભારતના ગૃહમંત્રી અમિતભાઇ શાહઃ મક્કમથી એ ભાવના રજુ કરી રહ્યા છે કે, “કાશ્મીર ભારતનું અભિન્ન ભાગ હતો, અને રહેશે”. આજે ભારતના પ્રદાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કાશ્મીર મુદ્દે મક્કમ છે. અને આપણે સૌ રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી જોઈએ.
આ તબ્બકે ગુજરાત પ્રદેશ થી પધારેલ સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહેશભાઈ કસવાલાએ તેના ઉદબોધનમાં જણાવેલ કે પ્રાથમિક સદસ્ય, ત્યાર પછી એક્ટિવ સદસ્યો, ત્યાર પછી વોર્ડ પ્રમુખ, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ એમ માળખાકીય રીતે પક્ષના હોદેદારો નિયુક્ત થાય છે, વધુમાં વધુ લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઇ જઈ, તેઓ ને વિચારધારા થી અવગત કરાવી લોકો ને જોડવા જોઈએ.
આ તબબકે ભારતના પ્રધમનત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સદસ્યતા અભિયાનનો વારાણસી થી શુભારંભ કરાવવામાં આવેલ. ૪૦૦ થી વધુ કાર્યકર્તાઓ તેનું જીવંત પ્રસારણ જામનગર ટાઉનહોલ ખાતે વિશાળ સ્ક્રીન પર નિહાળેલ.
સંગઠન પર્વ સદસ્યતા અભિયાન ૨૦૧૯ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ શ્રી હસમુખભાઈ હિંડોચા, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહેશભાઈ કસવાલા, સહ ઇન્ચાર્જ અમીબેન પરિખ, માં મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, સાંસદ શ્રી પૂનમબેન મેડમ, માજી મંત્રી વસુબેન શહેર ભાજપ સંગઠન પર્વ ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયા, મહામંત્રી શ્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાભણીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, નેતાશ્રી દિવ્યેશ અકબરી, દંડક જડીબેન સરવૈયા, શિક્ષણસમિતિ ચૅરમૅન વસંતભાઈ ગોરી, સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ ક્રિષ્નાબેન સોઢા, મનીષભાઈ વોરા, પૂર્વ અધ્યક્ષ હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, પૂર્વ મેયર શ્રી દિનેશભાઇ પટેલ, ડો. અવિનાશભાઈ ભટ્ટ, કે.જી.ભાઈ, શહેર સંગઠનના હોદેદારો, મહાનગરપાલિકા ના કોર્પોરેટરોશ્રીઓ, વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ, તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી, સંગઠન પર્વના વોર્ડના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જશ્રીઓ, વોર્ડના આઈ.ટી. સેલના ઇન્ચાર્જ, શક્તિકેન્દ્રોના સંયોજક, બૂથના પ્રમુખ મંત્રીશ્રીઓ, બહોળી સંખ્યામાં કાર્ય્રક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યસ્થામાં દિલીપસિંહ કંચવા, નારણભાઇ મકવાણા, શારદાબેન વિંઝુડા, શિક્ષણસમિતિના સભ્ય હર્ષબા જાડેજા, ગોપાલભાઈ સોરઠીયા, વિનોદભાઈ ખીમસુરિયાં, કેતનભાઈ જોશી, મોનિકાબેન વ્યાસ એ જહેમત ઉઠાવેલ, તથા કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા તથા શહેર મંત્રી વિનોદભાઈ ખીમસુરિયાંએ કર્યું હતું.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર