Thursday, March 28, 2024
Homeજામનગર : બે માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો : એલસીબી પોલીસે...
Array

જામનગર : બે માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો : એલસીબી પોલીસે ચોરી કરનાર શખ્સને દિલ્હીથી મુદ્દામાલ સાથે દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરના ખોડીયાર કોલોની રોડ પર દીવ્યમપાર્ક સોસાયટીમા રાજેશ રાણીપાના બંધ મકાનના નકુચા તોડી અને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી અંગેની ફરિયાદ બે માસ પૂર્વે નોંધાઈ હતી,જેની તપાસ એલસીબી ચલાવતી હતી,આ તપાસમાં સીસીટીવી ફૂટેઝ અને મોબાઈલ લોકેશન સહિતની મદદથી એલસીબીને આ ચોરીનું પગેરું દિલ્હીમાં હોવાનું જાણવા મળતા પોલીસે દિલ્હી સુધી પહોચી જઈ દિલ્હીના એક શખ્સને મુદ્દામાલ સહીત ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

 

 

જામનગર એલ. સી. બી. સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં ખોડિયાર કોલોની દિવ્યમ પાર્ક બંધ રહેણાંક મકાનનું દરવાજાનો નકુચા તોડી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી થયેલ હતી . જે અંગે સીટી સી ડીવી, પો. સ્ટે. માં ગુન્હો દાખલ થયેલ અને આ ગુન્હાની તપાસ એલસીબી. પો. સ. ઇ. કે. કે. ગોહીલ ચલાવતા હ્તા. આ ગુનાહની તપાસ દરમ્યાન ઇલેકટ્રોનીક માધ્યમથી તથા સીસીટીવી ફુટેઝ ની મદદથી મળેલ વિગત મુજબ સાયબર ક્રાઈમ સેલના તેમજ એલસીબી સ્ટાફની એક ટીમ પગેરું મળતા દિલ્હી પહોચી હતી,અને ત્યાંથી રણજીત ઉર્ફે રાજ સોનીને ઝડપી પાડી તેના કબજામાંથી ચોરીના મુદ્દામાલ ના ૨.૧૫ લાખના દાગીના કબજે કરવામાં આવ્યા છે,આ આરોપી સાથે ચોરી કરવામાં દિલ્હીના તેના અન્ય બે સાગરીતો વિમલ જાટોલ અને દિલીપ વાણંદ પણ હોય તેની શોધખોળ પણ હાથ ધરી છે. જામનગર એલસીબી પોલીસે શહેર દિવ્યમ પાર્ક માં થયેલ ધરફોડ ચોરીના ભેદ ઉકેલ્યો ચોરી કરનાર શખ્સને દિલ્હીથી મુદ્દામાલ સાથે દબોચ્યો છે

બાઈટ  : અજયસિંહ જાડેજા, ડી.વાય..એસ.પી., જામનગર

 

 

 

જામનગર એલસીબીને મળી મોટી સફળતા

ચોરીના ગુનાહમાં સંડોવાયેલા આરોપીને દિલ્હીથી કર્યો ઝબ્બે

મુદ્દામાલ સહીત ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો

અન્ય બે આરોપી ફરાર હોઈ શોધખોળ આરંભી

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS,  જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular