જામનગર : સસ્તા અનાજની દુકાન પર ધનેળા વાળુ તેમજ ન ખાઈ શકાય તેવું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે

0
12

જામનગર શહેરમાં સસ્તા અનાજની દુકાન પર ધનેળા વાળુ તેમજ ન ખાઈ શકાય તેવું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવી વ્યાપક ફરિયાદ મળી રહી છે.

ત્યારે વોર્ડ નંબર ચાર માં ખડખડનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં જ્યારે ગરીબ લોકો અનાજ લેવા ગયા હતા ત્યારે સડેલું અને ધનેરાવાળું અનાજ મળ્યું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને વાત કરી હતી. ત્યારબાદ ખડખડ નગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લોકોને જે અનાજ આપવામાં આવ્યું છે તે અનાજ લઈને આજે કલેકટર કચેરીએ પુરવઠા અધિકારીને દેખાડવા માટે લોકોને અનાજ આપેલું છે તે સાથે લઈને પુરવઠા અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

પુરવઠા અધિકારીને રજૂઆત કરી
પુરવઠા અધિકારીને રજૂઆત કરી

પુરવઠા અધિકારીએ અનાજ બદલી આપવાની ખાતરી આપીમહિલા કોર્પોરેટર સ્થાનિક લોકો સાથે સડેલા અનાજનો પુરાવો લઈ પહોંચતા પુરવઠા અધિકારીએ વોર્ડ નંબર 4 જ નહીં પણ શહેરના કોઈપણ વોર્ડમાં લોકોને સડેલું અનાજ મળ્યું હશે તો તેને બદલી આપવાની ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here