જામનગર : ધ્રોલગામે ભૂચરમોરી ના મેદાન માં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો દ્વારા એક સાથે તલવારબાજી કરી નોંધાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

0
80
જામનગર:ગુજરાતની ધરતીએ શુરવીરોની ધરતી કહેવાય છે. આજના કોમ્ય્યુટર અને ટીવી મોબાઇલ યુગમાં ભારતીય સંસ્કૃતિ વિસરાઇ રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા એક અનોખો પ્રયાસ કરાયો છે.
આજે જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ભૂચરમોરીના મેદાનમાં 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો એક સાથે તલવારબાજી કરી હતી. આ મહિલાઓ તસવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાયો છે. આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.
આ તલવાર રાસ માટે રાજ્યના 16 જિલ્લાની 13થી 52 વર્ષની કુલ 2000 મહિલાઓને તાલીમ આપવામા આવી છે. જેમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર,કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ કરી રહી હતી. જ્યારે ભુચરમોરીની ઐતિહાસિક વાત કરીએ તો વિક્રમ સવંત ૧૬૪૮માં ખેલાયું હતું ભયંકર યુદ્ધ જ્યારે ગુજરાતના અંતિમ બાદશાહ મુજ્જફર શાહ ત્રીજા પાસેથી સતા છીનવી દિલ્લીના અકબર શાહે ગુજરાત જીત્યું, ત્યારબાદ મુજ્જફર શાહ અમદાવાદથી ભાગી જામનગર આવ્યો, નવાનગર (જામનગર)ના રાજા સતાજીએ આપ્યો આશરો રાજપૂતોના આસરા ધર્મ અને શહાદત તથા રાજપુતાણીની લડાઈને ઐતિહાસિક રૂપ આપવા આજે ૨૦૦૦ રાજપુતાણીઓ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો જયારે દર  વર્ષે ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે મેળો યોજાય છે.
*  ભુચરમોરીનો શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ થયો જીવંત…
* જામનગર ધ્રોલના ભૂચર મોરીના ઐતિહાસિક યુદ્ધ મેદાનમાં નોંધાયો વર્લ્ડ રેકોર્ડ
* 2000 કરતા વધુ રાજપુતાણી બહેનો દ્વારા કરાઈ તલવારબાજી
* રાજપૂતોની શૌર્યતા અને બલિદાનને અનોખા કીર્તિમાનમાં ઢાળવામાં આવ્યા
* વિક્રમ સવંત ૧૬૪૮માં ખેલાયું હતું ભયંકર યુદ્ધ જેમાં હજારો શૂરવીરો આપ્યા બલિદાન
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here