જામનગર : જી.જી હોસ્પિટલમા ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓના આવેદન પત્ર પાઠવ્યું

0
2

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ માં આઉટસોર્સ થી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ કે જેઓએ પોતાની પડતર માંગણીઓના પ્રશ્ને આજે મેડિકલ કોલેજ ના ડીન સમક્ષ પોતાને નોકરી પર કાયમી કરવા ઉપરાંત પગાર વધારા સહિતની જુદી-જુદી માંગણીઓ સાથે વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે, તેમજ આગામી 12મી તારીખ સુધીમાં પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજ માં આઉટસોર્સ ના માધ્યમથી વર્ગ-૩ના કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા તમામ કર્મચારીઓએ પોતાની કાયમી નોકરી પર લેવા તેમજ પગાર વધારા અને રાજ્ય સરકાર દ્વારા જે માનદવેતન નક્કી થયું છે, તે પ્રમાણેનું વેતન ચુકવવા હક્ક-રજા ના રૂપિયા જે સરકારશ્રીના આદેશ મુજબ હજુ સુધી મળેલા નથી, તે ચૂકવી આપવા. તેમજ દર મહિને પગાર 1 તારીખ થી ૫ તારીખ સુધી માં કરી આપવામાં આવે તેવી જુદી જુદી માગણીઓ સાથે આજે મેડિકલ કોલેજ ના ડીન ડો. નંદિની દેસાઈ સમક્ષ વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આગામી ૧૨મી મે સુધીમાં પડતર માંગણીઓનો નિકાલ નહીં થાય તો તમામ કર્મચારીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઊતરી જશે, અને પ્રતિદિન આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. જે દરમિયાન આરોગ્ય વિષયક સેવાઓ ખોરવાઈ જશે તો તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે તેવી ચેતવણી આપી છે.

જે આવેદન પત્ર ની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય વિભાગના સચિવ જામનગર ના બન્ને મંત્રી સહિત ને પાઠવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here