Wednesday, September 22, 2021
Homeજામનગર : કપ્પા વેરિયન્ટના નવા 3 કેસથી ખળભળાટ
Array

જામનગર : કપ્પા વેરિયન્ટના નવા 3 કેસથી ખળભળાટ

જામનગરમાં કપ્પા વેરિયન્ટના ત્રણ નવા કેસથી ખળભળાટ મચી ગયો છે. જૂના રિપોર્ટનું પુણે લેબમાં પરીક્ષણ કરાયું હતું. જો કે, અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક તંત્રનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના બુલેટિનમાં જામનગરના ત્રણ કપ્પા વેરિયન્ટ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો રિપોર્ટ અને સ્થાનિક તંત્રના નિવેદનો અહીં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, શું સ્થાનિક તંત્રને પોઝિટિવ કેસ અંગે કોઈ માહિતી જ મળતી નથી કે પછી રાજ્ય અને જિલ્લા તંત્ર સાથે સંકલનનો અભાવ છે?

કોરોનાના નવા કપ્પા વેરિએન્ટથી રાજ્યમાં પ્રથમ મોત થયું છે. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામના પુરુષનો રિપોર્ટ આવતા પહેલા જ મોત થયું છે. ગોધરાના અંતરિયાળ વિસ્તાર એવા અંદરના મુવાડા ગામે કપ્પા વેરિએન્ટનો કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ ગામના કોરોના સંક્રમિત વ્યક્તિનું પ્રથમ કોરોના રિપોર્ટ અને બાદમાં વેરિએન્ટની તપાસ માટેનું સેમ્પલ લેવાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments