જામનગર : પલાસ્ટીક મુદ્દે વેપારીઓ માં રોષ, વેપારી મહામંડળ દ્વારા વિશાળ રેલી, મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને આપ્યું આવેદનપત્ર

0
0
જામનગરમાં પલાસ્ટીકના મહત્વના મુદ્દે વેપારીઓ માં રોષ જોવા મળ્યો વેપારી મહામંડળ દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
જામનગર વેપારી મહામંડળ દ્વારા પલાસ્ટિક અંગેના મહત્વના મુદ્દે ચાંદીબજાર ચોક ખાતેથી વેપારીઓની એક રેલી યોજાઈ હતી,જ્યાં મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને આ અંગે યોગ્ય થવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જામનગર પ્લાસ્ટિકના મહત્વના મુદ્દે વેપારીઓમાં રોષ
 
વેપારી મહામંડળ દ્વારા સ્ટે.ચેરમેનને આપ્યું આવેદનપત્ર
 
મોટી સંખ્યામાં વેપારીઓ રેલીમાં જોડાયા
 
પ્રશ્નોનો હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
આવેદન પત્ર મા જણાવ્યા મુજબ જામનગર કોર્પોરેશનના કર્મચારીઓ વેપારીઓને પ્લાસ્ટીક અંગે દંડનાત્મક કાર્યવાહી કરી અને ભયનો માહોલ ઊભો કરે છે, જેનાથી જામનગરનો દરેક વેપારી તોબા પોકારી ઉઠ્યા છે.અને નવા નિયમને સમજવા માટે વેપારીને પૂરેપૂરો સમય આપવો જોઈએ આ રીતની દંડનાત્મક કાર્યવાહી  બંધ થવી જોઈએ  અને સાથે- સાથે રજીસ્ટ્રેશન માટે વેપારીઓને પ્રોત્સાહિત કરવા અંગે વિચારણા કરવી જોઈએ અને આ નવા નિયમોનો ખુબજ પ્રચાર-પ્રસાર થવો જોઈએ.
બાઈટ : સુરેશભાઈ તન્ના, પ્રમુખ વેપારી મહામંડળ
દંડ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ નથી આવવાનો, દંડની કાર્યવાહીથી વેપારીઓ મા રોષની લાગણી જોવા મળી રહી છે  આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામા આવી છે.
રીપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here