જામનગર : ગણપતિ વિસર્જનમાં બાલચડી સમુદ્ર કિનારે લોકોની ભીડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

0
66
જામનગર માં ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલદી આ’નો જયઘોષ ગૂંજી ઊઠ્યો ‘ગણપતિ બાપ્પા … અનંત ચતુર્દશીના રોજ સમગ્ર દિવસ દરમિયાન ગણેશ વિસર્જન માટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં આજે ગણેશ વિસર્જનમાં બાપાને ભારે હૈયે ભક્તોએ વિદાય આપી હતી.
ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ જલ્દી આના નો જયઘોષ ગુંજયો
ગણપતિ વિસર્જનમાં બાલચડી સમુદ્ર કિનારે લોકોની ભીડ
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
જામનગર શહેરમાં ગણેશ ચર્તુથીના દિવસે સ્થાપના કરાયા બાદ આજે પણ મોટી સંખ્યામાં ગણેશ સ્થાપના કરનારા જુદા-જુદા ગ્રુપોના ભકતોએ બાલાચડીના દરિયામાં ગણેશ વિર્સજન કર્યુ હતું. ગણપતિ બાપા મોરયા અગલે બરસ તું લવ કરી આના સંગીતે ભકિતનું વાતાવરણ સર્જી દીધું હતું અને બાલાચડી દરિયા કિનારે ગણપતિના  વિસર્જન કરાયા હતાં. જામનગર નજીક આવેલા બાલાચડીના દરિયા કિનારે લોકોએ ગણપતિબાપાની આરતી, પૂજા કર્યા બાદ બેન્ડવાજા અને ઢોલ ના તાલ સાથે રાસ રમતા રમતા  ખુબજ ઉત્સાહ સાથે વિર્સજન કરાયું હતું.
આ ગણેશ વિર્સજન કરવા માટે જામનગરના ભકતો ઉમટી પડયા હતા. વિર્સજન કરતી વખતે અમુક ભાવુક ભકતોના આંખના આંસુ નિકળી પડયા હતાં અને ભારે હદયે ગણપતિજીને આવતા વર્ષે વહેલા આવવાના આમંત્રણ સાથે વિર્સજન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન કરતી વેળાએ કોઈ પણ જાતની દુર્ઘટના ના ઘટે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here