જામનગર : નાઘેડી ગામે માધવગ્રીન સોસાયટી ના રહીશો દ્વારા ગણપતિ સ્થાપન, અન્નકોટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

0
0

જામનગરના નાઘેડી ગામે માધવગ્રીન સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ સ્થાપન કર્યું જેમાં અન્નકોટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા.

જામનગર માં ગણેશચતુર્થીના શુભદિવસે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા ગ્રુપ દ્વારા દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.જ્યારે નાઘેડી ગામે માધવગ્રીન સોસાયટીના રહીશો દ્વારા ગણપતિજીનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું,જ્યારે વરસાદની મોસમ હોવાથી ગણપતિ બાપાને રંગબેરંગી છત્રી રૂપી શણગાર કરવામાં આવ્યો એ ખાસ આકર્ષણ બની રહ્યું,જ્યારે પંડાલમાં સવારે – સાંજે પુજા-અર્ચાના આરતીમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જોડાતા હતા.

માધવગ્રીન સોસાયટી દ્વારા ગણપતિ સ્થાપન કરાયું

સવાર – સાંજ આરતી સાથે બાપાનું પૂજન અર્ચન 

ચિત્ર સ્પર્ધા,તેમજ અન્નકોટ દર્શન રાખવામાં આવ્યા

દરરોજ સાંજે બહેનો દ્વારા રાસ – ગરબાની રમઝટ

ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજયું

બાઈટ : ડો.અનિલ મહેતા

 

વિઘ્નહર્તા દુંદાળાદેવ ના સાત દિવસના સ્થાપન દરમ્યાન દરરોજ સાંજે બહેનો દ્વારા રાસ,ગરબાનો કાર્યક્રમ યોજાતો,જ્યારે બાળકો માટે ખાસ ચિત્ર માટેની હરીફાઈ રાખવામાં આવી જેમાં નાના મોટા તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો,જ્યારે તમામ બાળકોને આશ્વાસન રૂપે ગિફ્ટ પણ આપવામાં આવી,જ્યારે પાર્વતી પુત્ર ગણેશાને મોદક અતિ વ્હાલા છે,એ માટે ખાસ અન્નકોટ દર્શન પણ રાખવામાં આવ્યા,અને માધવગ્રીન સોસાયટીના લોકોએ સમૂહ આરતીમાં જોડાયને પૂજન અર્ચન કર્યું,ત્યારબાદ દુંદાળા દેવનું સાતમા દિવસે ગણપતિ બાપ્પા મોરીયાના અગલી બરસ આનારે ના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું.

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here