Thursday, April 18, 2024
Homeજામનગર : ગુર્જર પ્રજાપતિ સમાજે પશુ હડફેટ મોતના મામલે કમિશ્નરને કરી રજૂઆત
Array

જામનગર : ગુર્જર પ્રજાપતિ સમાજે પશુ હડફેટ મોતના મામલે કમિશ્નરને કરી રજૂઆત

- Advertisement -
જામનગર શહેરમા રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે અને માનવ જિંદગી નો ભોગ લઇ રહ્યો છે ત્યાંરે નિમ્ભર તંત્ર ના પેટનું પાણીએ હલતું નથી.,જ્યારે બીજી તરફ કમિશ્નર શ્રીએ તો હમણાં જ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દીધું કે જો રસ્તે રઝળતા પશુ હડફેટ કોઈનું મોત થાય તો કલમ ૩૦૪ હેઠળ પશુમાલિક સામે ગુન્હો દાખલ કરી જે તે પશુ માલિકની જવાબદારી ફિક્સ કરાશે પણ કોનું પશુ છે એ કેમ નક્કી કરવું.? આવી બાબતો એ  અધિકારીઓ પણ મુશ્કેલી મા મથામણ કરી રહયા છે જામનગર ના હરિયા કોલેજ નજીક એક બનાવમા દિનેશભાઇ ટાંક નામના ૩૨ વર્ષીય યુવક પોતાની પુત્રીને લઈને શાળાએ મુકવા માટે જઈ રહ્યા હતા,ત્યારે ચાલુ બાઈક વચ્ચે પશુઓ ઝઘડતા –ઝઘડતા આડે ઉતરતા દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલ પહોંચે તે પહેલાજ મોતને ભેટ્યા હતા અને સાથે રહેલ પુત્રીને ગંભીર ઇજાઓ પહોચતા તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.
ગુર્જર પ્રજાપતિ સમાજ ના મૃતક દિનેશભાઇ ટાંકને સંતાનોમાં ૩ પુત્રીઓ હોય  અને તેવો ઘરનો સ્થભ હોઈ અને તેમના ઉપર કૂટુબના ભરણપોષણની અને આર્થિક જવાબદારી હતી આ ઘટના બનતા ત્રણ પુત્રીઓએ તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે,પત્નીએ પતિ ગુમાવેલ છે, માતા-પિતા એ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા કમિશ્નરને રજુઆત કરવામાં આવી અને આ રજૂઆતમાં સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે દિનેશભાઇ ટાંકના મુત્યુબદલ જામનગર મહાનગર પાલીકા તેમજ જીલ્લા પોલીસ દ્વ્રારા સ્વર્ગસ્થના પરિવારજનોને તાત્કાલિક અસરથી રૂપીયા પચાસ લાખ કોમ્પેન્સેશન તરીકે સરકારી રાહત જાહેર કરવી જોઈએ,તેમજ અકાળે મૃત્યુ ને ભેટનારની પુત્રી હિતીક્ષાની ઇજા સબબ થયેલ તથા થનાર તમામ ખર્ચ સરકાર ભોગવે અને  દિનેશભાઇ જમનભાઇ ટાંકના પરિવારમાથી કોઈપણ એક વ્યક્તિને તત્કાલીક અસરથી જામનગર મ્યુનિસિપલ કોપોરેશનમાં કાયમી ધોરણે નોકરીમાં સમાવિષ્ટ  કરવામાં આવે તેવી માંગ પણ પ્રજાપતિ સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ દ્વારા સમાજને સાથે રાખી કરવામાં આવી છે
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular