જામનગર : અસહ્ય ઉકળાટ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે મેઘરાજા એ કરી પધરામણી

0
52
હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે,ત્યારે જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, જ્યારે અસહ્ય ઉકળાટ બાદ જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે મેઘરાજાએ પધરામણી કરી છે.
ધીમીધારે વરસી રહેલા વરસાદથી નગરજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે,વાતાવરણમાં ઠંડક પ્રસરી છે,જ્યારે વરસાદી માહોલ વચ્ચે ખેડુતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, ખેડૂતોએ કરેલી વાવણી પર વરસાદ વરસતા મોલાતને પણ નવજીવન મળ્યું છે,જો કે જામનગર શહેર ગ્રામ્ય પંથકમાં હજુ પણ પૂરતો વરસાદ ન હોવાથી લોકો પૂરતા પ્રમાણમાં વરસાદ વરસે એવી આશા સેવી રહ્યા છે,હાલમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે,
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here