જામનગર : મુખ્‍યમંત્રીશ્રી ના હસ્‍તે ૭૪ કરોડના વિકાસ કામોના શુભારંભ, ૫૦ હજાર કાગળની થેલીનું પણ વિતરણ

0
0

 

મુખ્‍યમંત્રીશ્રી ના હસ્‍તે જામનગર ખાતે ૭૪ કરોડના વિકાસ કામોના શુભારંભ : જામનગર શહેરના શ્રેષ્‍ઠ ગણપતિ તથા જૈન શ્રેષ્‍ઠીઓનું મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સન્‍માનઃ ૫૦ હજાર કાગળની થેલીનું પણ વિતરણ.

જામનગર ખાતે આયોજિત ગણેશ સ્પર્ધા વિજેતા સન્માન સમારંભની આયોજક સંસ્થાને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપતા અખંડ રાષ્ટ્રવાદની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાનશ્રી મોદી દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ૩૭૦મી કલમ થકી કાશ્મીર અખંડ ભારતનું અવિભાજય અંગ બની શકશે, એવી શ્રધ્ધા વ્યક્ત કરી હતી.

 

જામનગરની જનતાને વધુ પાણી વિતરણ માટે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ખાત્રી ઉચ્ચારી હતી અને આજે કરેલા ૭૪ કરોડના લોકાર્પણો લોકવિકાસમાં સિમાચિહનરૂપ સાબિત થશે એવો સુર વ્યકત કર્યો હતો.

 

ગણપતિ મહોત્‍સવ સ્‍પર્ધા પુરસ્‍કાર સમારોહ-૨૦૧૯ના કાર્યક્રમ

સ્વચ્છતા અભિયાન થકી જ વિશ્વભરમાં દેશની છબી ઉજળી કરી શકાશે.

પ્લાસ્ટિક-મુકત ભારતના નિર્માણ માટે સજજ થવા આહવાન – મુખ્યમંત્રીશ્રી

ગણેશ સ્થાપન થકી જનસામાન્યમાં દેશની એકતા પ્રસ્થાપિત થાય છે. –મુખ્યમંત્રીશ્રી

મુખ્‍યમંત્રીશ્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્‍તે દિપપ્રાગટયવિધિ સંપન્‍ન થઇ હતી. જામનગર શહેરમાં સ્‍થાપાયેલા ૩૦૭ જાહેર ગણેશ પંડાલ પૈકી ૧૨ શ્રેષ્‍ઠ ગણેશજીને મુખ્‍યમંત્રીશ્રીએ પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માન કર્યું હતું. માસખમણ કરનાર જામનગર શહેરના જૈન શ્રેષ્‍ઠીઓનું પણ મુખ્‍યમંત્રીશ્રીએ બહુમાન કર્યું હતું.

બાઈટ : વિજય રૂપાણી, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત

 

મુખ્‍યમંત્રીશ્રીએ પ્‍લાસ્‍ટીકનો વપરાશ ન કરવા અંગે ઉપસ્‍થિતોને શપથ લેવડાવ્‍યા હતા. આ પ્રસંગે ૫૦ હજાર કાગળની થેલીનું વિતરણ કરાયું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ રોજગારલક્ષી મોબાઇલ એપનું પણ લોન્‍ચીંગ કર્યું હતું.

શ્રી ભાગ્‍યલક્ષ્‍મી એજયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલ શ્રી ગણપતિ મહોત્‍સવ સ્‍પર્ધા પુરસ્‍કાર સમારોહ-૨૦૧૯ ના કાર્યક્રમમાં પુર્વ મેયરશ્રી ધર્મેન્‍દ્રસિંહ ઝાલાએ સ્‍વાગત પ્રવચન  કર્યું હતું. અન્‍ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીને હાલારી પાઘડી તથા તલવારથી સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે સુંદર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here