Wednesday, January 19, 2022
Homeગુજરાતજામનગર : 60થી વધુ વયના વયસ્કોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત

જામનગર : 60થી વધુ વયના વયસ્કોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત

જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા આજથી 60 વર્ષથી ઉપરના નાગરીકોને કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે. જેને જોતા સરકાર દ્વારા 15થી 18 વર્ષ વચ્ચેના કિશોર-કિશોરીઓને રસી આપવાની શરૂઆત તારીખ 3 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આજથી તારીખ 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમ્બીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી છે.

બંને ડોઝ લીધેલા હોય તેમજ બીજા ડોઝને નવ મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા થયેલા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. તા.10-4-2021 સુધીમાં બીજો ડોઝ લઇ લીધો હોય તેવા લાભાર્થીઓ તા.10-1-2022ના રોજ વેક્સિનના પ્રિકોશનરી ડોઝ માટે એલીજીબલ રહેશે. પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રિકોશનરી ડોઝ લેવા માટે લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતુ કે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મેયર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં આજે બુસ્ટર ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં 60 વર્ષ વયથી ઉપર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ મળીને 11 હજાર 500, રૂપલ જામનગરમાં 12 હજાપ 500 જેટલા ડોઝ છે. આવતા વિકમાં આ બધાને બુસ્ટર ડોઝ આપી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular