જામનગર : STD PCO ચલાવતા જયેશે બાઈક ચોરીથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો

0
6

જામનગર સહિત ગુજરાત પોલીસ માટે પડકાર બની ચૂકેલા ભૂમાફિયા જયેશ પટેલને લંડનમાં દબોચી લેવાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યાથી ચર્ચામાં આવેલા જયેશ પટેલ સામે ધમકી, ખંડણી, હત્યાના પ્રયાસ, જમીન પચાવી પાડવા સહિતના 40 કરતા વધુ ગુનાઓ નોંધાયેલા છે.

એક સમયે જયેશ પટેલ STD-PCO ચલાવતો

આજે જેની ભૂમાફિયાની ઓળખ બની છે તે જયેશ પટેલ એક સમયે જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં STD PCO ચલાવતો. અને ત્યાંથી જ નાના મોટા ચીટીંગના ગુનાઓને અંજામ આપવાની શરૂઆત કરી હતી. તેની સામે બાઈક ચોરીનો પણ ગુનો નોંધાયો હતો.

જયેશ પટેલ સામે શહેરના ગોકુલ નગર, ગ્રીનસીટી, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના વિસ્તારમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત વિદેશી સિગારેટની દાણચોરી, તેલ કૌભાંડ, બિટકોઈન કેસમાં પણ તેનું નામ સામે આવી ચૂક્યું છે.

જ્યારે ખંડણીખોર ભૂમાફિયા જયેશ પટેલ ની વાત કરીએ તો બાઈક ચોરી થી લઇ ને દાણચોરી અને બીટકોઈન આ કેસમાં પણ સંડોવણી સામે આવી હતી જ્યારે જયેશ પટેલ બાઈક ચોરી થી હત્યા સુધી બધા ગુના કરી ચૂક્યો છે.

જયેશ પટેલ પર ફાયરીંગ થતા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો

વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી સમયે નવરાત્રીના સમયે જયેશ પટેલ પોતાની કારમાં જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અનિયા લાંબા ગેંગ તરફથી તેના પર ફાયરીંગ થતા જ જયેશ પટેલ જીવ બચાવવા તેની કાર લઈ એલસીબી ઓફિસ પર પહોંચી ગયો હતો.

જમીન કૌભાંડમાં જામીન મેળવવા સુપ્રીમ સુધી લડત આપી

જામનગરના ગ્રીન સીટી વિસ્તારમાં 100 કરોડના જમીન કૌભાંડ મામલે જયેશ પટેલની ધરપકડ કરવામા આવી હતી. આ કેસમાં તેને સેશન્સ અને હાઈકોર્ટમાંથી જામીન ના મળતા સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી અને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. સામાન્ય રીતે જયેશ પટેલ આ પહેલાના અન્ય જમીન કૌભાંડના કેસોમાં જામીન મળી જતા હતા. પરંતુ, 100 કરોડના જમીન કૌભાંડ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ કિરીટ જોશી કેસ લડી રહ્યા હોય જયેશ પટેલને જામીન મેળવવા મુશ્કેલ બન્યા હતા. તેના થોડા મહિનાઓ બાદ જ વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવવામા આવી હતી.

ભૂ-માફિયા જયેશ પટેલની ક્રાઈમ કુંડળી

2021માં જામનગરના બિલ્ડર જયસુખ ઉર્ફે ટીના પેઢડિયા ઉપર ફાયરિંગ

2020માં હથિયાર સપ્લાયનો સિટી-સી પો.સ્ટે.માં ગુનો.

2020ના ઓક્ટોબરમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમના સિન્ડીકેટનો ગુજસીટોક, લેન્ડ ગ્રેબિંગનો ગુનો.

મુંબઈના વાલીવ પો.સ્ટે.માં સિગારેટ ચોરીનો ગુનો.

2020માં જામનગરના બિલ્ડર ગિરીશ ડેર ઉપર ફાયરીંગનો ગુનો.

2019માં વાડીનાર પાસે ફાયરિંગના ગુનામાં સંડોવણી.

2019માં ખંભાળિયા પો.સ્ટે.માં જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો.

2019માં નિશા ગોંડલિયાને ધમકી, હથિયાર બતાવવાનો ગુનો.

2019માં જામનગરમાં અલગ-અલગ 4 જમીન પચાવી પાડવા, ખોટી પ્રેસનોટો આપી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા.

2019માં જમીન દલાલ ઉપર ફાયરિંગનો ગુનો.

હવાલા મારફતે નાણા ટ્રાન્ઝેક્શન અંગે ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં ગુનો.

DRI ગાંધીધામ, DRI મુંબઈમાં બ્રાસપાર્ટ, સિગારેટના કેસનો ગુનો.

2018માં કિરીટ જોષીના ખૂન કેસના સાક્ષી હસુ પેઢડિયાને ધમકીનો ગુનો.

વર્ષ 2018માં જામનગરના એડવોકેટ કિરીટ જોશીના ખુનનો ગુનો

વર્ષ 2017માં મહારાષ્ટ્રના શહેર પો.સ્ટે.માં ખોટા પાસપોર્ટના આધારે વિદેશ ભાગી જવાની પેરવી કરતા પકડાયો

વર્ષ 2017માં કસ્ટડી દરમિયાન પોલીસ જાપ્તામાંથી નાશી જવાની કોશીષ અને સગવડો પુડી પાડવા અંગે ગુનો

વર્ષ 2016માં જામનગરમાં મોબાઇલ લૂંટનો ગુનો

વર્ષ 2016માં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ખોટા ડોકયુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવાનો ગુનો

વર્ષ 2016માં જામનગર શહેરમાં જમીન પચાવી પાડવાના ત્રણ ગુના

વર્ષ 2015માં જમીન પચાવી પાડવા માટે ખેડુતોને માર મારી મોબાઇલનીલૂંટ ચલાવી ખોટા ડોકયુમેન્ટ બનાવવા અંગે બે ગુના

વર્ષ 2015માં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ખોટા ડોકયુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવાનો ગુનો

વર્ષ 2014માં ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ખોટા ડોકયુમેન્ટ બચવી દસ્તાવેજ બનાવી લેવા અંગે ગુનો

2011માં ખોટા ડોકયુમેન્ટ બતાવી જામનગર અને લાલપુરમાં જમીન પચાવી પાડવાના 4 ગુના તેમજ ખુનની કોશીષનો ગુનો

વર્ષ 2010માં જામનગરના ગ્રીનસીટી તેમજ રણજીતસાગર રોડ ઉપર જમીન પચાવી પાડવા માટે અપહરણ,ધાક ધમકી આપવા જેવા ત્રણ ગુનામાં પકડાયેલા તેમજ ચંગા ગામે જમીન પચાવી પાડવા માટે ખુનના ગુનામાં તેમજ લાલપુરમાં ઘોરીવાવમાં ખોટા ડોકયુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવાના ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી

વર્ષ 2008માં પ્લોટ પચાવી પાડવા માટે મારામારીનો ગુનો

જામનગરમાં વર્ષ 2006માં આંગડીયા ચીટીંગ તેમજ ચીટીંગના ત્રણ ગુનામાં પકડાયેલ

રાજકોટમાં વર્ષ કોટડા સાંગાણીમાં ચીટીંગનો ગુનો નોંધાયો

2000માં રાજકોટ શહેરમાં ચીટીંગ કરી મોટર સાઇકલ પચાવી પાડવાનો ગુનો

જામનગરમાં વર્ષ 2000માં વાહન ચોરીનો ગુનો

જામનગરમાં 1999માં બ્રાસના ચીટીંગના ગુનામાં પકડાયો

શું થયું હતું 28 એપ્રિલ 2018ની રાત્રે ?

જામનગરના સતત ધમધમતા ટાઉન હોલ વિસ્તારમાં ઓફિસથી નિકળી ઘરે જવા માટે કાર પાસે રહેલા એડવોકેટ કિરીટ જોશીને બાઇક પર સવાર બે શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવી ફરાર થઇ ગયાનુ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો.જેમાં ભુમાફિયા જયેશ પટેલે ગુનાહિત કાવતરૂ રચી આ ભાડુતિ મારા મોકલીને હત્યા કરાવ્યાની ફરીયાદ મૃતકના ભાઇએ નોંધાવી હતી.

રાજસ્થાનમાં ઘડાયુ હતુ વકિલની હત્યાનુ કાવતરૂ

જામનગર પોલીસે જે તે સમયે આબુની હોટલમાંથી વકિલ હત્યા પ્રકરણમાં અજયપાલસિંહ પવારને દબોચી લીધો હતો.પોલીસે કાર અને મોબાઇલ કબજે કરી તેની પુછપરછમાં હાથ ધરીહતી.જેમાં પુજારા બંધુ સહિતના સાથે જયેશ પટેલ સંપર્કમાં હોવાથી એકમેક સાથે વાતચિત થતી હતી અને ગુન્હાને અંજામ આપવા મીટીંગ પણ થઇ હોવાનુ ખુલ્યુ હતુ અને આ રીતે કિરીટ જોષી હત્યા કેસની તપાસ આગળ ધપી હતી.

હત્યાનું કારણ, જામનગરની 100 કરોડની જમીનનો વિવાદ

એડવોકેટ કિરીટ જોશીની હત્યાના બનાવ પાછળ ઇવા પાર્કની લગભગ સો કરોડની જમીનનો વિવાદ કારણભુત હોવાનુ જાહેર થયુ હતુ.જેમાં મૃતક વકિલ 100 કરોડના જમીન કૌંભાડના કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે રોકાયા હતા,જે કેસમાં જયેશ પટેલને આગોતરા અને નિયમિત જામીન મેળવવામાં નિષ્ફળ જતા લાંબો સમય જેલમાં રહેવુ પડતા મોટુ આર્થિક નુકશાન થયુ હતુ.જે બાબતનો રાગદ્રેષ રાખી જયેશે અન્ય સાથે પુર્વયોજીત કાવતરૂ રચી હત્યાને અંજામ આપ્યો હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ હતુ.

5 વર્ષ પુર્વે પોતાના પર ફાયરિંગ થતાં જયેશ કાર LCBએ દોડાવી ગયો હતો

જામનગરના ચાંદીબજાર સર્કલ પાસે વર્ષ 2017ની સાલમાં કાર મારફતે પસાર થઇ રહયો હતો ત્યારે અનિયા લાંબાની ગેંગ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યુ હોવાનો બનાવ બહાર આવ્યો હતો જે તે સમયે જયેશ પટેલ પુરપાટ ફિલ્મી ઢબે કાર એલસીબી કચેરી સુધી હંકારી ગયો હતો અને પોલીસ મથક અંદર પહોચ્યો હતો.

જયેશ અને તેના 14 વ્હાઇટ કોલર્સ સાગરિતોનું હાલનું સ્ટેટ્સ

અતુલ ભંડેરી જેલ હવાલે
વશરામ મિયાત્રા જેલ હવાલે
નિલેશ ટોલીયા જેલ હવાલે
મુકેશ અભંગી જેલ હવાલે
પ્રવિણ ચોવટીયા જેલ હવાલે
જીગર ઉર્ફે જીમી આડતીયા જેલ હવાલે
અનિલ પરમાર જેલ હવાલે
પ્રફુલ પોપટ જેલ હવાલે
યશપાલસિંહ જાડેજા જેલ હવાલે
જશપાલસિંહ જાડેજા જેલ હવાલે
વકીલ વી.એલ. માનસત્તા જેલ હવાલે
અનિલ ડાંગરીયા જેલ હવાલે
રમેશ અભંગી ફરાર
સુનીલ ચાંગાણી ફરાર
જયેશ પટેલ લંડનથી ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here