જામનગર ની મુલાકાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન સાથે બેઠક યોજી

0
0
જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા સંગઠન મીટીંગ યોજી જરૂરી સુચનો કર્યા.
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની જામનગર મુલાકાત
સંગઠન સાથે બેઠક યોજી કર્યા જરૂરી સુચનો
ભાજપના અગ્રણી નેતાઓ રહ્યા બેઠકમા ઉપસ્થિત
આજ રોજ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જામનગરની મુલાકાતે આવ્યા હતાં . તેમણે જામનગર અને દ્વારકા સંગઠન સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો કર્યા હતાં . જામનગરમાં અટલ ભવન ખાતે ભાજપ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી જીતુ વાઘાણીએ વિવિધ સૂચન કર્યા હતાં બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ , કૃષિ પ્રધાન આર સી ફળદુ ઉપસ્થિત રહ્યા હતાં . સંગઠન પર્વ અંતર્ગત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની ટીમ સાથે શહેર – જિલ્લાની સંગઠન પાંખના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી . સૌ પ્રથમ જિલ્લાના સંગઠન સાથે અટલ ભવન ખાતે સવારેઅને સાંજે શહેર ભાજપના સંગઠન સાથે શહેર ભાજપ કાર્યાલયે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠક માં જીતુભાઈ વઘાણીએ સંગઠન પર્વ અંતર્ગત થયેલી કામગીરી સંબંધે ચર્ચા કરી હતી,ત્યારબાદ વૃક્ષારોપણ પણ જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું.
રીપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here