જામનગર : જોડીયા ના નેસડા ગામે યોજાયું ગણીત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન, ૨૫ થી વધું શાળાઓના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

0
0
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના નેસડા ગામે ડો.વિક્રમસારાભાઈ ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ તાલુકા કક્ષાનું પ્રદર્શન મેળો યોજાયો.
જોડીયાના નેસડા ગામે યોજાયું ગણીત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન
 
૨૫ થી વધું શાળાઓના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
 
તાલુકા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ જશે જિલ્લા કક્ષાએ
 
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના નેસડા ગામે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનસંચાલિત બી.આર.સી ભવન જોડીયા દ્વારા ડો.વિક્રમસારાભાઈ ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન યોજાયું,જેમાં જોડીયા તાલુકાની ૨૫ શાળાઓના વિદ્યાર્થીઓએ તેમની સુજબૂજથી શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમમાં ભાગ લીધો,જેમાં વિદ્યાર્થીનિઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું,અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોત પોતાના વિવિધ પ્રયોગો રજૂ કર્યા અને તાલુકા કક્ષાએ અનેરી સિદ્ધિઓ મેળવી,અને વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા,જ્યારે આગામી સમયમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કાર્યક્રમ ભાગ લેશે.
બાઈટ : આશિષભાઈ રામાનુજ, બી.આર.સી.કોડીનેટર
આ કાર્યક્રમમાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા જામનગર જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી મોહનભાઇ પરમાર .તાલુકા પંચાયત જોડિયા ના ઉપ પ્રમુખ બીજલભાઈ તેમજ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ગજેરા સાહેબ બી.આર.સી. કોડીનેટર આશિષભાઈ રામાનુજ,તાલુકા પ્રા.શી.સંઘના અને નેસડાના આચાર્ય ભાવેશભાઈ પનારા,તાલુકા સદસ્ય કરશનભાઈ  નેસડા ના સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો તથા વિવિધ શાળા ના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here