જામનગર ના જોડિયા તાલુકા ના બાલાચડી સમુદ્ર કિનારે પાસે આવેલા શિવ મંદિરે અમાસ ના દિવસે પિતૃ તર્પણ માટે લોકોની ભીડ જોવા મળી

0
118
શ્રાવણ વદ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખાય છે.. આજ ના દિવસે હિન્દૂ સમાજના પરિવાર ના કોઈ પણ નાનકડા થી લઈ ને વ્યોવુર્ધ આખા વર્ષ માં અવસાન થયું હોય. એમને સર્વ પિતૃ અમાસ ના દિવસે શિવ મંદિર આવેલું પારસ પીપળા ના ઝાડ ના થડમાં ગાય નું દૂધ..પાણી જવતલ રેડવાથી અવસાન પામ્યા હતા તે ઓ ને મોક્ષના દ્વાર મળે તેવા હેતુથી પાણી પીવડાવવામાં આવે છે.
અને જોડિયા તાલુકાના બાલાચડી દરિયા કિનારા પર બે વર્ષો પહેલા ના શિવ મંદિર આવેલા છે. જેમાં એક બાળેશ્વર મહાદેવ મંદિર છે. અને બીજું ભોલેશ્વર મહાદેવ મંદિર છે.
આ બને મંદિરો એક જગ્યાએ પ્રસિધ્ધ થયેલા છે. આ જગયાએ ની બાજુમાં દરિયો આવેલ છે. અને મહાદેવ મંદિર ની આસપાસ ના 50 કી.મી.ના અંતર સુધીમાં માંથી મોટી સંખ્યામાં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને પોતાના સ્વજનો ની વિદાય ને યાદ કરી ને પારસ પીપળા વૃક્ષ ને પાણી પીવાડાવે છે .અને ધન્યતા અનુભવે છે. અને દરિયામાં સ્નાન કરવા માં આવે છે. અને પર્યટક સ્થળ તરીકે ઓળખાય છે.
આજગ્યા માં આવતા ભદરવા મહિનામાં શ્રી ગણેશ વિસર્જન કરવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો નો ઘસારો જોવા મળે છે.અને આજ મહિના માં હિન્દૂ સમાજમાં પોતાના સ્વજનો ના મોક્ષમાર્ગ માટે પિતૃ કાર્ય કરવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here