Friday, February 14, 2025
Homeજામનગર : જી.જી.હોસ્પિટલ ને અપગ્રેટ કરવા રૂપિયા ૪૦૦ કરોડ નો માસ્ટરપ્લાન...
Array

જામનગર : જી.જી.હોસ્પિટલ ને અપગ્રેટ કરવા રૂપિયા ૪૦૦ કરોડ નો માસ્ટરપ્લાન મંજૂર

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલના રૂપિયા ૪૦૦ કરોડનો માસ્ટરપ્લાન મંજૂર થતાં શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે….

જામનગરની જી.જી હોસપીટલની જૂની બિલ્ડિંગને રૂ.400 કરોડના ખર્ચે અપગ્રેટ કરવામાં આવશે… અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા તેમજ સાંસદ પૂનમબેન માડમ તથા રાઘવજીભાઈ પટેલ ના પ્રયાસોને સફળતા મળી છે….

જામનગરની જી.જી હોસપીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે…. અહીં જામનગર જિલ્લો ઉપરાંત જૂનાગઢ કચ્છ પોરબંદર તથા બીજા જિલ્લામાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે…. આમ સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં જી.જી.હોસ્પિટલ માટે અલગથી ભંડોળની જોગવાઇ કરી છે….
જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને શહેર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી પેંડા વહેચી ઉજવણી કરી…

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular