જામનગર : મહાનગરપાલિકાનું બજેટ આવતા સપ્તાહમાં રજૂ થશે

0
4

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની શુક્રવારે નિયુક્ત થઇ છે. જેમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તૈયાર કરી રાખેલા વર્ષ 2021-2022ના બજેટની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે આવતા અઠવાડિયે તારીખ 18 થી 20 વચ્ચે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરબોજ વિહોણું બજેટ સોંપવામાં આવશે. તથા બજેટમાં ગત વર્ષના કોવિડ19 ના કારણે બાકી રહેલા વિકાસકાર્યો ફરી મૂકવામાં આવે તેવી પૂરી શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી 2020 માટે રૂ.680.89 કરોડનું લો બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરાયા બાદ પાણીના દરમાં નજીવા વધારા સાથે બજેટને જનરલ બોર્ડમાં મંજૂર કરાયું હતું.

આ વખતે તંત્રે કોઈ જાતના નવા કરબોજ વગરનું બજેટ તૈયાર કર્યું હોવાનું સૂત્રો જણાવે છે. નવા નિયમ મુજબ ટ્રેનિંગ કમિટીને અઠવાડિયામાં એકવારને બદલે બે અઠવાડિયે એક વાર બોલાવવામાં આવે છે. જોકે બજેટ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અઠવાડિયામાં ફરી વખત મળશે. જે બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફેરફારો કરીને બજેટને મંજૂર કરી જનરલ બોર્ડમાં ચર્ચા માટે મોકલવામાં આવશે. જ્યાં જનરલ બોર્ડના સભ્ય દ્વારા બહાલી આપવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ ગત વર્ષના બજેટ કરતાં કદમાં નાનું રહે તેવી શક્યતા

આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ ગત વર્ષના બજેટ કરતાં કદમાં નાનું રહે તેવી શક્યતા છે. જોકે ગત બજેટમાં તંત્રે જાહેર કરેલા હાપા માર્કેટિંગ યાર્ડ, વિજયનગર રેલવે ક્રોસિંગ અને સમર્પણ હોસ્પિટલથી ઈન્દિરા માર્ગને જોડતા રેલવે ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ, સાયન્સ નોલેજ સેન્ટર, 1200 વ્યક્તિઓની ક્ષમતા સાથે કાલાવડ રોડ પર ઓડિટોરિયમ, પોલીસ હેડક્વાટર્સ, લાલપુર બાયપાસ અને ખંભાળિયા રોડ પર બે નવા સ્મશાન, હાપા યાર્ડ નજીક અને લાલપુર બાયપાસ નજીક બે નવા ફાયર સ્ટેશન, જનરલ બોર્ડ માટે નવા મિટિંગ હોલ, વાલસુરા રોજી બંદર રોડ પર પિકનિક સ્પોટ સહિતના પ્રોજેક્ટ કોરોનાના કારણે આરંભ થઇ શક્યા ન હતા. તે પ્રોજેક્ટ આ વર્ષમાં આગળ ધપાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here