Tuesday, January 14, 2025
Homeજામનગર : હવે પૈસાની જેમ ATMમાંથી દૂધ અને છાશ નીકળશે, 5 લાખમાં...
Array

જામનગર : હવે પૈસાની જેમ ATMમાંથી દૂધ અને છાશ નીકળશે, 5 લાખમાં મશીન તૈયાર

- Advertisement -

જામનગર:શહેરમાં હવે પૈસાની જેમ દૂધ અને છાશ પણ એટીએમમાં મળશે. લોકોને શુદ્ધ અને સારૂ દૂધ મળે તે માટે જામનગરના લક્ષ્મણભાઈ નકુમે દૂધના ATM મૂક્યા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગરમાં દરેડ બસ સ્ટેન્ડ પાસે અને ગોકુલનગરમાં રડાર રોડ દૂધ અને છાસ માટેના એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. જેનો ગ્રાહકો લાભ પણ લઇ રહ્યા છે.

24 કલાક દૂધ અને છાશ ઉપલ્બધ રહેશે
અત્યાર સુધી આપણે પૈસા મેળવવા માટે અલગ અલગ બેન્કોના ઘણા એટીએમ જોયા હશે. ત્યારે જામનગર શહેરમાં ખેતીકામના વ્યસાય સાથે સંકળાયેલા લક્ષ્મણભાઈ નકુમ જણાવે છે કે, ઘણી જગ્યાએ દૂધમાં ભેળસેળ થવાનો લોકોને ડર હોય છે અને દૂધમાં ભેળસેળને લીધે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભુ થતું હોય છે. લોકોને 24 કલાક શુદ્ધ દૂધ અને છાશ મળી રહે તે માટે તેમને આ વિચાર આવ્યો હતો અને તેઓ એ દૂધના એટીએમ મૂકવાનું નક્કી કર્યું. હાલ શહેરમાં બે સ્થળોએ દરેડ નજીક અને ગોકુલનગર નજીક દુધના એટીએમ તેવોએ કાર્યરત કરવામાં આવ્યા છે. અંદાજે 5 લાખ જેવા ખર્ચે તૈયાર થયેલા આ એટીએમમાં રૂ. 60નું લિટર દૂધ મશીન જ આપી દે છે અને કાર્ડ સ્વાઈપ કરીને પણ દૂધની સુવિધા 24 કલાક કોઈપણ ગ્રાહક મેળવી શકે છે. આ એટીએમમાં 100 લીટરની ટાંકી છે. તેમજ દૂધને ઠંડુ પણ રાખવાની વ્યવ્સ્થા છે. જેથી 24 કલાક દૂધ ઉપલ્બધ રહે અને લોકોને 24 કલાક દૂધ મળી શકે. લોકો જરૂર પડે ત્યારે એટીઓમમાંથી પૈસા ઉપાડે તેમ દૂધ પણ મેળવી શકે છે.

દર મહિને અગાઉથી પૈસા જમા કરાવી કાર્ડ મેળવી શકાશે
લોકો તેમજ કાયમી દૂધના ગ્રાહકો માટે તેમણે સ્વાઈપ કાર્ડ પણ આપ્યા છે. જેમાં દર મહિને અગાઉથી પૈસા જમા કરાવી કાર્ડ મેળવી શકે છે. દૂધ છાશ એટીએમ મશીન પર દૂધ લેવા આવનાર ગ્રાહકો પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. લક્ષ્મણભાઈ જણાવે છે કે લોકોની સુવિધા માટે અને લોકોને શુદ્ધ છાશ અને દૂધ મળી રહે તે માટે આગામી સમયમાં શહેરમાં અન્ય રહેણાંક વિસ્તારોમાં પણ મશીન મૂકવા માટે તેઓ પ્રયત્નશીલ છે. તેઓ પોતે આઠ ધોરણ પાસ છે અને હાલ ખેતીકામ કરી રહ્યા છે. ત્યારે તેમના ઉમદા વિચારને કારને લોકોને વ્યાજબી ભાવે ભેળસેળ વિનાનું ભેસનું શુદ્ધ દૂધ લોકોને મળી રહેશે તેમ લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular