જામનગર પતંજલી યોગ સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું

0
104
જામનગર માં આજ રોજ પતંજલિ યોગ સમિતિના  પ્રીતિબેન શુકલ અને પતંજલિ યોગ સમિતિ ના સભ્યો દ્વારા શહેર ને સ્વચ્છ અને હરિયાળું બનાવવા તેમજ આચાર્ય શ્રી બાલકૃષ્ણજી ના જન્મ દિવસ પર  જડી -બુટી વિતરણ સમરોહ યોજાયો હતો.
આ કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી,જેમાં અતિથિ વિશેષ જામનગર મેયર હસમુખભાઈ જેઠવા તેમજ સ્ટે.ચેરમેન શ્રી સુભાષભાઈ જોશી,ઔદીચ્ય ઝાલાવડી બ્રહ્મહસમાજ ના પ્રમુખ શ્રી અનિલભાઈ મહેતા યુવા બીજેપી શહેર મંત્રી યતીન ભાઈ પંડયા વિરલભાઈ બારડ,ઉપ્રમુખ  મોહિતભાઈ મંગી બ્રહ્મહસમાજ યુવા પ્રમુખ પૂનમબેન જોશી ૐ ટ્રેનિંગ સેન્ટર ના ડિમ્પલબેન મહેતા રાજપૂત સમાજ અગ્રણી સ્વરૂપબા જાડેજા ના હસ્તે  200 રોપ નું  વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
સાથે વિરલ ભાઈ અને યુવા ટીમ દ્વારા સદસ્યતા અભિયાન અંગે ની જાગૃતિ નો મેસેજ આપેલ અને ઓનલાઈન સભ્યો બનાવનો અનુરોધ કરવામાં આવ્યો.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here