જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ શીંઘલ સાહેબની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા સાહેબની રાહબરી મુજબ સીટી.સી.ડીવીઝન પો. સ્ટે.ઇન્ચાર્જ પોલીસ ઈન્સ. પી.વી.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સીટી,સી.ડીવીઝન સ્ટાફ એ.એસ.આઈ,એ.ઓ.કુરેશી સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પો.કોન્સ.હિતેશ મકવાણા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને બાતમીના આધારે જામનગર સંતોષી માતાજીના મંદિર પાસે ઓટો રિક્ષામાં ઈંગ્લીશ અલગ અલગ બ્રાન્ડની ૨૪ નંગ બોટલ કિ. રૂ.૯૬૦૦ સાથે ઓટો રીક્ષા કુલ.રૂ.૫૯૬૦૦/- ના મુદ્દામાલ સાથે જામનગર મયુરનગર આઠ માળીયા આ આવાસ માં રહેતા દિપક જયચંદભાઈ મહેતા (મહાજન) ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : સંજય મર્દનીયા,CN24NEWS જામનગર