- Advertisement -
જામનગર : અપહરણ અને ખંડણીના પ્રયાસને નિષ્ફળ બનાવતી જામનગર પંચ બી પોલીસ ભુજના ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારી પાસે માંગવામા આવતી બે કરોડની ખંડણી જેમાં કચ્છના પાંચ ખંડણીખોરો દ્વારા રાજકોટના વેપારીનુ કરાયું હતું જાણવા મળતી વિગત અનુસાર અપહરણ રાજકોટમાં આંગડિયા પેઢી ચલાવતા સંજયભાઈ પટેલ નામના વ્યક્તિને રાજકોટથી ૪ કરોડ જેટલી ખંડણી વસુલ કરવા માટે અપહરણ કરવામાં આવ્યા બાદ ઠેબા ચોકડી નજીક પહોચીયા ત્યારે મહિલા પોલીસકર્મીને શક્ જતા તેને આ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કાર ના રોકાતા મહિલા પોલીસકર્મીએ પંચ બી પીએસઆઈ જે.ડી.પરમારને આ અંગે જાણ કરી હતી,તેથી તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોચી બાદ કેટલીયવાર સુંધી પોલીસે ખંડણીખોર શખ્સોનો ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ અંતે પાંચ શખ્સો દબોચી લઇ પૂછપરછ કરવામાં આવી છે તેમજ તમામ આરોપીઓને મેડિકલ પણ કરાવ્યું છે….મહત્વની વાત એ છે કે ખંડણીખોરોની ગાડીમાંથી ગન અને છરી સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા છે. પોલીસ દ્વારા અપહરણ કરાયેલ વેપારીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર