જામનગર : રણજીત સાગર ડેમ ઓવરફ્લો , નવા નીરના વધામણાં કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ

0
0

 

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા જામનગર મહાનગરપાલિકા ના પદાધિકારીઓ તેમજ અદિકારીઓ દ્વારા ડેમમા આવેલા નવા નિરના કરાયા વધામણાં.

 

જામનગર જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો 

નવા નીરના વધામણાં કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ

જામનગર પંથકમાં સારો વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

 

જામનગર જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ થયેલ હોય અને  રણજીતસાગર કે જે જામનગરની જીવાદોરી સમાન છે જેમાં નવા નીર આવેલ હોય અને તે ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગયેલ ત્યારે જામનગર મહાનગર નગરપાલિકા ના મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશન કરમુર, કમિશ્નર સતીશ પટેલ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સુભાસ જોશી અને તેમની ટીમ દ્વારા શહેરમાં આવેલ રસાલા ડેમ માં આવેલ નવા નીર ના વધામણાં કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં અધિકારી ઓ પદાધિકારીઓ સહિત મહાનગર પાલિકા ના  કોર્પોરેટરો પણ હાજર રહી નવા નીર નું શાસ્ત્રોકત વિધીથી પુજન અર્ચન કરી નવા નીર ના વધામણાં કરેલ હતા.

બાઈટ : સતીશ પટેલ કમિશ્નર જે.એમ.સી

 

જામનગર જિલ્લા માં એકંદરે સારો વરસાદ થતા ખેડૂતો એ હર્ષ ની લાગણી અનુભવી રહેલ છે તેમજ ધણા લાંબા સમયથી શહેરના લોકો પાણીની અછત નો સામનો કરી રહેલ હતા ત્યારે આ વરસાદ થવાથી જમીનના તળ ઉંચા આવશે અને મહાનગર પાલિકા હસ્તકના  પાણી ના સોર્સ કે જેમાં પાણી ખુટી ગયેલ હતુ તે સોર્સમાં પણ ટુંક સમય માં પાણી ના તળ ઉંચા આવશે જેને લઈને શહેરની પાણી ની સમસ્યા હલ થશે.

બાઈટ : સુભાષભાઈ જોશી સ્ટે.ચેરમેન

 

 

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here