જામનગર : શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને આપી રહયા ઓફલાઈન શિક્ષણ

0
5

 

જામનગરમાં આજે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી શાળાના બાળકોની હંમેશા ચિંતા કરતા શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત કાર્યકમ ફળિયા શિક્ષણના અનુસંધાને શહેરની શાળા નંબર 22ના શિક્ષકો અને આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ જ સારો પ્રયાસ થઈ રહ્યો છે.

બાળકોના ઘરે જઈ ને શેરીમાં બાળકોને તમામ વિષયનું પૂરતું શિક્ષણ આપી બાળકોના ઉજવળ ભવિષ્યની ચિંતા કરતા શિક્ષકોના પ્રયાસને વાલીઓ દ્વારા હરખ થી વધાવી લેવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 22 આચાર્ય અને શિક્ષક દ્વારા શાળા બંધ છે પરંતુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ નથી તેવા હેતુથી વિદ્યાર્થીઓના ઘર વિસ્તારોમાં જઈને ફળિયા માસિકનો પ્રારંભ કર્યો છે. જ્યારે શિક્ષણ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ બીજા માટે પણ પ્રેરણાદાયક ફળિયા શિક્ષણ સાબિત થઈ રહ્યું છે. અને શાળાઓના વિકાસ માટે અનેક પગલાં ભર્યા અને શિક્ષણ જગતમાં એક નવું ઉદાહરણ પણ શાળા નંબર 22 ના આચાર્ય અને શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને હાલમાં માત્ર કોલેજ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને બાકીના અન્ય વર્ગના વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે પરંતુ હાલના સંજોગોમાં શહેરના એવા સ્લમ વિસ્તારો કે ઝુપડપટ્ટી સહિતના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં પુરતી સાધન સામગ્રીઓ પણ નથી અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ લઈ શકે તેવી પણ પરિસ્થિતિ નથી.

તેવી પરિસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 22 જે મયુરનગર વામ્બે આવાસ કોલોની વિસ્તારમાં આવેલી છે. તેના આચાર્ય કૌશિક ભાઈ ચુડાસમા અને અન્ય 8 જેટલા શિક્ષકો દ્વારા ફળિયામાં શિક્ષણ આપવા અભિગમ હાથ ધરવામાં આવ્યો છે જેને પણ લોકો દ્વારા અને વિદ્યાર્થીઓના વાલી દ્વારા સમર્થન મળી રહ્યું છે.

કોરોના ગાઇડલાઇનને અનુલક્ષી પ્રાથમિક શાળા બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી ની પ્રણાલીને સાર્થક કરવાના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આસપાસના વિસ્તારના જેવા કે મયુરનગર ,વામ્બે આવાસ, ઝુપડપટ્ટી સહિતના વિસ્તારોમાં સવારે નવથી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે સ્થાનિક વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને જાહેરમાં ગાર્ડન અથવા ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી એકત્ર કરવામાં આવે છે અને 45થી વધુ સ્થળ પર જ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જ્યારે બાકીની 15 મિનિટ માટે વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન ગમ્મત રમત સાથેની અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here