Saturday, September 18, 2021
Homeજામનગર : બંધ મકાનમાંથી 3.85 લાખના દાગીના અને રોકડની ચોરી
Array

જામનગર : બંધ મકાનમાંથી 3.85 લાખના દાગીના અને રોકડની ચોરી

કાલાવડ ના વેપારી ના બે દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકી ને રોકડ રૂપિયા 3.64 લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ3.85 લાખ ની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે જ્યારે ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ને સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કાલાવડના અમીપીર પાર્ક કોલોનીમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઈ સમાણી નામના વેપારી છેલ્લા બે દિવસથી રાજકોટ ખાતે સંબંધીના ઘરે ગયા હતા.આ દરમિયાન બે દિવસ બંધ રહેલા રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી રોકડ સહિત સોના-ચાંદી દાગીનાના ચાંદીના બે જોડી સાકળા સહિતના દાગીના ચોરી કરીને લઇ ગયા હતા.

જ્યારે વેપારી પરિવાર સાથે ઘરે આવતા અને મકાનનાં તાળા તૂટેલા જોયા હતા અને ઘરમાં જોતા ચોરી થવાનું સામે આવતાં વેપાર એ પોલીસને જાણ કરી હતી. આ ચોરીની જાણ થતાં પી.આઈ યુ.એસ વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે આ ઘટનાની ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ ને જાણ કરવામાં આવતા તેઓ કાલાવડ ખાતે પહોંચી ગયા હતા.

પોલીસે વેપારીની ફરિયાદ પરથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ ચોરી કોઈ જાણભેદુ એક કરી હોવાની આશંકાએ તપાસનો ધમધમાટ આદર્યો છે. જ્યારે વેપારી પાસેથી આવેલી રોકડ રકમ વેપારીની હોય અને કટકે-કટકે ભેગી કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments