- Advertisement -
કૃષ્ણનગર સોસાયટી દ્વારા ગાયો,શ્વાનો માટે તૈયાર કરાયા ૧ ટન. લાડું………….૫૨૦ કિલ્લો ઘઉં, ૨૫૦ કિલ્લો તેલ, ૨૫૦ કિલ્લો ગોળ દ્વારા બનાવ્યા લાડુ
કૃષ્ણનગર સોસાયટીમાં ૧૪ વર્ષથી થઈ રહ્યું સેવાકીય કાર્ય.
છોટી કાશી તરીકે જાણીતી નગરી જામનગરની કૃષ્ણનગર સોસાયટી શેરી.નં.૫/૬ ના રહીશો દ્વારા ગાયો અને શ્વાનો માટે દર વર્ષે ગાયો અને શ્વાનો માટે લાડું બનાવવામાં આવે છે,છેલ્લા ૧૪ વર્ષથી સોસાયટીના રહીશો આ ભગીરથ કાર્ય કરે છે, આ કાર્ય કરવા પાછળનું મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સેવાકીય કાર્ય કરવાથી ચોમાસામાં વરસાદ સારો થાય તેમજ વર્ષ દરમ્યાન કોઈ કુદરતી આફત,હોનારત ન આવે તે માટે આ કાર્ય કરવામાં આવે છે.
જ્યારે આ વર્ષે કૃષ્ણનગરના લોકો દ્વારા ૫૨૦ કિલ્લો ઘઉં ૨૫૦ કિલ્લો ગોળ,૨૫૦ કિલ્લો તેલ થી અંદાજે ૧ ટન ના લાડુંઓ તૈયાર કરવામાં આવ્યા છે,આ લાડું બનાવવા સોસાયટીના ભાઈઓ, બહેનો,વૃદ્ધો,બાળકો સારી જહેમત ઉઠાવે છે,સહુ સાથે મળી તૈયાર કરવામાં આવેલા લાડું પેકીંગ કરી આસપાસ ના વિસ્તારો તેમજ આજુબાજુના ગામડાઓમાં ગાયો તેમજ શ્વાનોને ખવડાવે છે, અને દર વર્ષે ચોમાસા પૂર્વે પુણ્યનું ભાથું બાંધે છે,
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર