Tuesday, September 21, 2021
Homeજામનગર : શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
Array

જામનગર : શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને કુલ રુપિયાં 4 લાખ 16 હજાર 300ના મુદ્દામાલ સાથે બે મહિલાઓ ઝડપાઇ છે.

જામનગર શહેરમાં દસ દિવસ અગાઉ રહેણાંક મકાનમાંથી થયેલી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી બે મહિલા ચોરને જામનગર એલ.સી.બી પોલીસે પકડી પાડી છે અને ચોરીનો મુદ્દામાલ પણ સાથે રિકવર કર્યો છે.

શહેરના તળાવની પાર દિગ્વિજય પ્લોટ શેરી નં. 08 મંગલમ રેસિડેન્સીમાં રહેતાં ફરિયાદી કીર્તિસિંહ ગોરેસિંહના મકાનમાં આશરે દસેક દિવસ પહેલાં રૂ. 51 હજારની ચોરી થઇ હતી. જ્યારે બીજા ફરિયાદી કમલેશભાઈ વીરાભાઈ સોલંકી (રહે. સમર્પણ સર્કલ અવસર પાર્ટી પ્લોટ પાછળ)ના મકાનમાંથી તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ કુલ મળીને રૂ. 3 લાખ 46 હજારની ચોરી કર્યાનો બનાવ બન્યો હતો.

બંને ચોરીની ફરિયાદોને લઇને જામનગર એલ.સી.બી પોલીસ દ્વારા શહેરમાં ગુનાઓ શોધી કાઢવા અને પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી ટીમના દિલીપભાઈ તલાવડી અને યોગરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર દિગ્જામ સર્કલ પાસેથી રમા રાજુભાઈ વાજેલીયા અને હેતલ કાનાભાઇ સાડમીયા (રહે. ધ્રોલ લતીપર રોડ દેવીપુજક વાસ)નામની બે મહિલાઓ ઉભી છે. પોલીસે શંકાના આધારે બંન્નેની પૂછપરછ કરતાં સામેથી સંતોસકારક જવાબ ન મળતાં પોલીસની શંકા હકિકતમાં ફેરવાઇ હતી.

પોલીસે બંને ચોર મહિલાના કબ્જામાંથી સોનાના દાગીના કિંમત રૂ. 3 લાખ 300 તથા રોકડ રકમ રૂપિયા 1 લાખ 16 હજાર મળીને કુલ કિંમત રૂ. 4 લાખ 16 હજાર 300નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી બંને મહિલાઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments