Saturday, September 18, 2021
Homeગુજરાતજામનગર : કાદવ-કીચડમાં ચાલીને CM ભૂપેન્દ્ર પટેલ લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા

જામનગર : કાદવ-કીચડમાં ચાલીને CM ભૂપેન્દ્ર પટેલ લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા

જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી આજે પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

લોકોના ઘર સુધી લોકોની સમસ્યા જાણવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા.
લોકોના ઘર સુધી લોકોની સમસ્યા જાણવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ પ્રવાસ
ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાયેલી હતી. શપથ ગ્રહણ પહેલાં અને શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે વાતાવરણ ચોખ્ખું થતાં જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો જોડાયાં હતાં.

ધુંવાવ ગામના લોકોની સમસ્યા સાંભળી.
ધુંવાવ ગામના લોકોની સમસ્યા સાંભળી.

પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત કરી
સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવન-જરુરિયાતની ચીજ-વસ્તુઓ બગડી હતી અથવા તો પાણીમાં તણાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે સીધા જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીંની પૂરને કારણે થયેલા નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી.

ધુંવાવ ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી.
ધુંવાવ ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરી.

કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલી લોકો સુધી પહોંચ્યા
સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં આવેલા મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યા બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments