જામનગર ના મસીતીયા રોડ આલ્ફા સ્કૂલ હાઇવે પર આવેલ મુરલીધર સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે.
30 વર્ષીય અનિલ ખેરાજભાઈ ચીજએ મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે….પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મુરલીધર સોસાયટીમાં નવા બનેલા મકાનમાં આત્મહત્યા કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. યુવકે અન્ય કારણોસર આત્મહત્યા કરી છે કે મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય બન્યો છે.
યુવકની પત્ની બીમાર હોવાથી કોઈ કામધંધો થઈ શકતો ન હતો અને પત્નીની બીમારી પાછળ પૈસા ખર્ચાઈ જતા હોવાનું જાણવા મળે છે. યુવકે આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક યુવક કારખાનામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. યુવક અને તેની પત્ની બંને કારખાનામાં મજૂરી કામે જતા હતા અને એકાએક તેમની પત્ની બીમાર પડતાં આર્થિક ભીંસમાં મુકાયો હતો.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર