જાન્હવી કપૂરે ડાન્સ વીડિયો શેર કરી લખ્યું, ડાન્સ કલાસરૂમને મિસ કરું છું

0
12

મુંબઈ. કોરોના વાઇરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ઘરે રહીને સેલેબ્સ તેમની વિવિધ પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જાન્હવી કપૂર આ લોકડાઉનમાં ઘરે પોતાની નાની બહેન ખુશી કપૂર સાથે સમય વિતાવી રહી છે. જાન્હવીએ તેના ક્લાસિકલ ડાન્સ કથકના ક્લાસનો એક જૂનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

https://www.instagram.com/p/B-4oZX4AWgE/?utm_source=ig_embed

જાન્હવીએ કેપ્શન લખ્યું કે, મારા કલાસરૂમને મિસ કરી રહી છું, પણ ગમે ત્યાં અને બધી જગ્યાએ કલાસરૂમ બની શકે છે ને? વીડિયોમાં જાન્હવી કપૂર ઉમરાવ જાન ફિલ્મના ઐશ્વર્યા રાયના સોન્ગ સલામ પર ડાન્સ કરતી હતી.

જાન્હવી કપૂર આ લોકડાઉન દરમ્યાન ક્યારેક ડ્રોઈંગ કરતી તો ક્યારેક બહેન ખુશીના ચહેરા પર ફની મેકઅપ કરતી દેખાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here