જન્માષ્ટમી અને પારણાએ ગુજરાત પર મેઘો મહેરાબાન, બે દિવસ ભારે વરસાદની આગાહી

0
8

ગુજરાતમાં હજુ 2 દિવસ મેઘમહેર યથાવત રહેશે. 12 અને 13 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાવાને કારણે બે દિવસ તોફાની વરસાદ ગુજરાતને ભીંજવશે. આવો જાણીએ કઈ તારીખે ક્યાં પડશે વરસાદ

  • રાજ્યભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર
  • બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેસર
  • લો પ્રેસરની મદદથી ગુજરાતને મળશે સારો વરસાદ

રાજ્યભરના ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. લો પ્રેશરના કારણે ગુજરાતને સારો વરસાદ મળશે. 12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સાથે જ 13 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે

રાજ્યમાં સરેરાશ 57 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ થયો છે.

સૌથી વધુ તાપીના ડોલવણમાં સવા 5 ઈંચ વરસાદ, દાંતામાં 2.5 ઈંચ, ડેડિયાપાડામાં 2.5 ઈંચ, દાંતિવાડામાં સવા 2 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ, સરસ્વતીમાં સવા 2 ઈંચ, સીદ્ધપુરમાં સવા 2 ઈંચ
પોશીનામાં 2 ઈંચ, વાલોડમાં 2 ઈંચ વરસાદ, વાંસદામાં પોણા 2 ઈંચ, માણસામાં પોણા 2 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, હિમતનગરમાં 1.5 ઈંચ, આહવામાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

જ્યારે પાલનપુરમાં 1.5 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ, ચોર્યાસીમાં 1.5 ઈંચ, બાયડમાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ વરસાદ, કોડિનારમાં 1.5 ઈંચ, પ્રાંતિજમાં 1.5 ઈંચ , પલસાણામાં 1.5 ઈંચ, અમિરગઢમાં 1.5 ઈંચ, ઉચ્છલમાં સવા ઈંચ, વ્યારામાં સવા ઈંચ, પારડીમાં સવા ઈંચ, વિજયનગરમાં સવા ઈંચ, ગઢડામાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, ધાનેરામાં સવા ઈંચ, બોટાદમાં સવા ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, કપડવંજમાં સવા ઈંચ વરસાદ થયો છે.