Saturday, September 25, 2021
Homeજાપાન : ઓલિમ્પિક શરૂ થયાના બીજે દિવસે જ ટોકિયોમાં કોરોનાના 2848 કેસો
Array

જાપાન : ઓલિમ્પિક શરૂ થયાના બીજે દિવસે જ ટોકિયોમાં કોરોનાના 2848 કેસો

જાપાનના પાટનગરમાં ઓલિમ્પિકનો આરંભ થવાના બીજે જ દિવસે ટોકિયોમાં કોરોનાના નવા સૌથી વધારે 2,848 દૈનિક કેસો નોંધાયા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તાકીદ કરી છે પણ ઓલિમ્પિક ગેમ્સને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ વિચારવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને ઓલિમ્પિક ગેમ્સ ટીવી પર જોવાનો અનુરોધ કર્યો હતો.

ઓલિમ્પિક ગેમ્સ પર હવે વાવાઝોડું ત્રાટકવાનો પણ ખતરો તોળાઇ રહ્યો છે. જાપાનમાં અગાઉ સૌથી વધારે 2520  દૈનિક કેસો જાન્યુઆરીમાં સાતમી તારીખે નોંધાયા હતા. જાપાનમાં હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા બે લાખનો આંક વટાવી ગઇ છે અને હાલ ચોથા લેવલની કોરોના ઇમરજન્સી લાદવામાં આવેલી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વધારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટસને કારણે ઓલિમ્પિક દરમ્યાન કેસોની સંખ્યા વધશે  આરોગ્ય પ્રધાન નોરિહિસા તામુરાએ કોરોનાના કેસો વધવા માટે ડેલ્ટા વેરિઅન્ટને તથા બાર-રેસ્ટોરાંમાં દારૂ પિરસનારાઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇમરજન્સી દરમ્યાન દારૂ પીરસવા પર બંધી છે છતાં તેઓ ગ્રાહકોને દારૂ પીરસે છે.

દરમ્યાન ચીનમાં 90 લાખની વસ્તી ધરાવતા નાનકિંગ શહેરમાં કોરોનાના નવા માત્ર 31 કેસો મળી આવતાં સત્તાવાળાઓએ આખા શહેરને સિલ કરી દીધું છે. નવા કેસો મળવાને પગલે કુલ કેસોની સંખ્યા 112 થઇ ગઇ છે. સૌથી પહેલાં શહેરના એરપોર્ટ પર કામ કરનારા લોકોને ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું.

દરમ્યાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે-આઇએમએફ- મહામારીની મંદીમાંથી વિશ્વની અર્થવ્યવસ્થા આ વર્ષે છ ટકા વિસ્તરશે તેમ જણાવ્યું છે.આઇએમએફના જણાવ્યા અનુસાર યુએસ અને અન્ય ધનિક રાષ્ટ્રોની પ્રગતિ 5.1 ટકાથી વધીને 5.6 ટકા થશે.   દરમ્યાન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવીને કડક ક્રાઇમ પ્લાન જાહેર કર્યો હતો.

તેમણે જેલમાંથી છૂટેલા ધાડપાડુઓને ઇલેકટ્રોનિક ટેગિંગ કરવા જેવા પગલાં ભરીને ગુનાખોરીનો દર કાબૂમાં લેવાની જાહેરાત કરી હતી.  ગૃહ પ્રધાન પ્રિતી પટેલે જણાવ્યું હતું કે અમે 20,000 નવા પોલીસ અધિકારીઓને શહેરમાં ઉતારીશું. અમે સમાજમાં ગુનાખોરીને ઘટાડીને સમાજને તમામ માટે સલામત બનાવવા માગીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments