Saturday, October 16, 2021
Homeનવી ઉદ્યોગ નીતિ જાહેર : વિદેશી કંપનીઓને આકર્ષવા રાજ્ય સરકારે જાપાન સાથે...
Array

નવી ઉદ્યોગ નીતિ જાહેર : વિદેશી કંપનીઓને આકર્ષવા રાજ્ય સરકારે જાપાન સાથે 4, US સાથે 3 બેઠક કરી, કોરોના કાબૂમાં આવ્યા પછી વાઈબ્રન્ટ સમીટ અંગે નિર્ણય

ગાંધીનગર. રૂપાણી સરકારે સફળ શાસનનાં પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ તકે મુખ્યમંત્રીએ નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિની જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા નવી ઉદ્યોગ પોલિસી પણ મદદરૂપ થશે.સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને એ પણ જણાવ્યું હતું કે કોરોના કાબૂમાં આવ્યા પછી વાઈબ્રન્ટ સમીટ અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું છેકે, ચીનમાંથી બહાર નીકળતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં આકર્ષવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જાપાનની 4, અમેરિકાની 3, જર્મની અને ઇંગ્લેન્ડ સાથે 1-1 બેઠક મળી છે.

નવી ઉદ્યોગ પોલિસી
નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે.

india.com

થ્રસ્ટ સેક્ટર
વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

  • કોર સેક્ટર્સ અને સનરાઈઝ સેક્ટર્સ

​​​​​​​કોર સેક્ટર્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ્સ સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત પાસે પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ માટેનો મજબૂત બેઝ છે, જેમાં વૈશ્વિક સ્તરે વધુ વેગ આપવાની સંભાવનાઓ છે. જ્યારે સનરાઈઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર/વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.

SGSTના વળતરોને ડિ-લિંક(દૂર કરવાનો) નિર્ણય કરાયો
જ્યારથી GST લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ SGST પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં SGSTના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI)ના 12 ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઇ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. આ નિર્ણયથી રાજ્યમાં મોટાં મૂડીરોકાણોને લાવવામાં મદદ મળશે.

  • આ લાભ વાર્ષિક રૂ.40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી અપાશે. જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી 10 વર્ષના સમયગાળાની અંદર ચૂકવણી ન કરી શકાય તેવા કિસ્સામાં વાર્ષિક ટોચમર્યાદા રૂ.40 કરોડ જ રહેશે તેવી શરત સાથે 10 વર્ષની સમયમર્યાદામાં વધુ 10 વર્ષનો વધારો કરી આપવામાં આવશે.
  • જો 20 વર્ષના સમયગાળામાં ચૂકવણી ન થાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઇ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.
  • નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments