Thursday, August 11, 2022
Homeજાપાને ડ્રેગનને સામે કરી લાલ આંખ, અમેરિકા પાસેથી 105 એફ-35 પ્રકારના ફાઈટર...
Array

જાપાને ડ્રેગનને સામે કરી લાલ આંખ, અમેરિકા પાસેથી 105 એફ-35 પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે

- Advertisement -

ચીનની સામે વધુ એક દેશે બાંયો ચડાવી છે, જાપાને ડ્રેગનને લાલ આંખ કરી છે. જાપાન અમેરિકા પાસેથી 105 એફ-35 પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને 23 અબજ ડૉલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને આ તેનો સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. જાપાને ઘણા સમયથી ચીન સામે બાંયો ચડાવાની શરૂઆત કરી છે. જાપાની વાયુસેના કેટલાક એફ-35 વિમાનો વાપરે છે. હવે જાપાને સંરક્ષણ બજેટમાં જંગી વધારો કરી વધુ ફાઈટર વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે.

જોકે આ સોદાને પહેલા અમેરિકી કોંગ્રેસની મંજૂરી મળશે પછી જ કંપની અને જાપાન સરકાર વચ્ચે વાટા-ઘાટો થશે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો 90 ટકા હિસ્સો પોતાનો હોવાનો ચીન દાવો કરી રહ્યું છે.

આ દાવો ખોટો હોવાથી અમેરિકા સહિતના દેશો તેનો વિરોધ કરે છે. અમેરિકા ચીનના આ ખોટા દાવા સામે પોતાના મિત્ર દેશોના રક્ષણ માટે ચોવીસ કલાક તૈયાર છે. સાઉથ ચાઈના સી આસપાસ આવેલા દેશો મલેશિયા, બુ્રનેઈ, ફિલિપાઈન્સ, તાઈવાન,  વિએટનામ..વગેરે તમામ દેશોનો સમુદ્રી વિસ્તાર ચીન હડપ કરવા માંગે છે અને એ માટે ઠેર ઠેર કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular