જાસ્મિન ભસીન શોમાંથી આઉટ? સલમાન ખાન ભાવુક થઈને રડવા લાગ્યો; સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો

0
7

‘બિગ બોસ 14’ની સિઝન TRP લિસ્ટમાં તો ના આવી, પરંતુ સોશિયલ મીડિયામાં આ શોની ઘણી જ ચર્ચા થઈ રહી છે. આ વખતનું એવિક્શન ઘણું જ રસપ્રદ થવાનું છે. આ વખતે શોમાં રૂબીના દિલાઈક, અભિનવ શુક્લા, જાસ્મિન ભસીન તથા અલી ગોની નોમિનેટ થયા હતા. આ ચારમાંથી એક આજે (10 જાન્યુઆરી, રવિવાર) ‘બિગ બોસ’ના ઘરને હંમેશાં માટે અલવિદા કહેશે. માનવામાં આવે છે કે આ વખતે શોમાંથી જાસ્મિન ભસીન એવિક્ટ થશે.

જાસ્મિનનું નામ લેતાં સમયે સલમાન રડવા લાગ્યો

સત્તાવાર રીતે જાસ્મિન જ ઘરમાંથી એવિક્ટ થઈ છે, તેવી કોઈ પુષ્ટિ થઈ નથી. જોકે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં રૂબીના, અભિનવ, જાસ્મિન તથા અલી એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે. આ ચારેયની આંખમાં આંસુ છે. આ દરમિયાન શોનો હોસ્ટ સલમાન ખાન ઘણો જ ઇમોશનલ થઈ જાય છે અને તે રડવા લાગે છે. માનવામાં આવે છે કે જાસ્મિનનું નામ અનાઉન્સ કરતાં સમયે સલમાનની આંખો ભીની થઈ હતી.

આ વીડિયો વાઈરલ થયો

કલર્સ ટીવીએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘બધાની આંખો ભીની છે, કારણ કે કોઈ એક જોડી એકબીજાને કહેશે અલવિદા.’

અલી ગોની સૌથી વધુ દુઃખી

જાસ્મિનના જવાથી સૌથી મોટો આઘાત અલી ગોનીને લાગશે. તે શોમાં જાસ્મિનને સપોર્ટ કરવા માટે આવ્યો હતો. ફૅમિલી વીકમાં જાસ્મિનના પેરેન્ટ્સે એક્ટ્રેસને પોતાના દમ પર રમવાની સલાહ આપી હતી. આ વાતથી અલી નારાજ થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે હવે તે આ શોમાં રહેવા ઈચ્છતો નથી. તો જાસ્મિને એમ કહ્યું હતું કે જો અલી જતો રહ્યો તો તે વોલેન્ટરી એક્ઝિટ થશે અને પછી ભલે તેને 2 કરોડ રૂપિયા જ કેમ ના ચૂકવવા પડે. તે બેંકમાંથી 2 કરોડની લોન લઈને મેકર્સને દંડની રકમ 2 કરોડ રૂપિયા આપશે.

સોશિયલ મીડિયામાં #BringJasminBhasinBack ટ્રેન્ડ થયું

જાસ્મિન ભસીન શોમાંથી આઉટ થઈ હોવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં ચાહકોએ #BringJasminBhasinBack ટ્રેન્ડ કરાવ્યું છે. ચાહકો ઈચ્છે છે કે શોમાં જાસ્મિનને પાછી બોલાવવામાં આવે.

21 ફેબ્રુઆરીએ શોની ગ્રાન્ડ ફિનાલે

મેકર્સ આ સિઝનને એક્સટેન્ડ કરવાના મૂડમાં નથી. TRP ઓછી આવતી હોવાને કારણે મેકર્સ આ શો નક્કી કરેલી તારીખ પર જ પૂરો કરશે. ગઈ સિઝનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સને આશા હતી કે આ સિઝન પણ TRP ચાર્ટમાં કમાલ બતાવશે. જોકે, એવું થયું નહીં.

પ્લાનિંગ પ્રમાણે, 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here