Monday, October 18, 2021
Home‘નાગિન 4’ ને લઈ જૈસ્મિને તોડ્યુ મૌન, રીપ્લેસમેન્ટને લઈ કહી દીધી આટલી...
Array

‘નાગિન 4’ ને લઈ જૈસ્મિને તોડ્યુ મૌન, રીપ્લેસમેન્ટને લઈ કહી દીધી આટલી મોટી વાત

ટેલીવિઝન શો ‘દિલ સે દિલ તક’ અને ‘નાગિન 4’ માં નજર આવી ચૂકેલી અભિનેત્રી જૈસ્મીન ભસીન વર્તમાન સમયમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે. આ પહેલા તેણી બિગ બોસ સીઝન 13માં સિદ્ધાર્થ શુક્લાનો સપોર્ટ કરી ખૂબ જ ચર્ચામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જૈસ્મીને હાલમાં જ ‘નાગિન 4’ શોને છોડી દીધો છે. ત્યારબાદથી જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે. જૈસ્મિનના નાગિન સીરિયલને છોડ્યા બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, તેણીને રશ્મિ દેસાઈએ રીપ્લેસ કરી દીધી છે. જે વાત પર જૈસ્મીને પોતાનુ મૌન તોડ્યુ છે.

જૈસ્મીનને રિજેક્શનથી ડર નથી

એક ખાનગી ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત દરમિયાન જૈસ્મીને આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણીને રિજેક્શનથી ડર નથી લાગતો. તેમનું કહેવુ છે કે, એેક્ટિંગને લઈને તેણીએ ક્યારેય પણ પ્લાનિંગ કરી નથી. જૈસ્મીને જણાવ્યુ કે, એક એડફિલ્મના કારણે તેણી ખૂબ જ ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તેણીને સાઉથ ઈન્ડિયન ફિલ્મોની પણ ઓફર મળી હતી. તેણીનુ કહેવુ છે કે, આ વિષ્ય પર તેણીએ પોતાના માતા-પિતા સાથે વાત કરી છે, જેમાં તેમણે પણ જૈસ્મીનનો સાથે આપ્યો છે.

પહેલા તેણી ખૂબ જ ખરાબ દેખાતી હતી

જૈસ્મિનનુ કહેવુ છે કે, શરૂઆતના દિવસોમાં તેણી ખૂબ જ ખરાબ દેખાતી હતી. જે કારણે તેણીને લાગતુ હતુ કે, તેને કોઈ કામ આપશે નહી, તેથી તેણીને ક્યારેય પણ રિજેક્શનથી ડર લાગ્યો નથી. તેણીનુ કહેવુ છે કે, જેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં તેણીને કામ મળવા લાગ્યુ, તેમ-તેમ પોતાનો કોન્ફિડેન્સ પણ વધવા લાગ્યો હતો

જૈસ્મિન સાઉથની બે ફિલ્મોમાં કામ કરી ચુકી છે

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં જૈસ્મિન સાઉથની બે ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે સાથે જ તેણીને સીરિયલ ‘ટશન-એ-ઈશ્ક’ અને ‘દિલ તો હેપ્પી હૈ જી’ માં કામ કર્યુ છે. સાથે જ જૈસ્મીનને વર્ષ 219માં ‘ખતરો કે ખિલાડી’ માં પણ જોવામાં આવી છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments