જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો, આ ક્રિકેટરોએ પણ કર્યા છે સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન

0
13

ટીમ ઈન્ડિયાના ફાસ્ટર જસપ્રીત બુમરાહે સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. બંનેએ નજીકના સગા-સંબંધી અને દોસ્તોની ઉપસ્થિતિમાં સાત ફેરા લીધા હતા. બંનેના રિલેશનશિપને લઈને ફેન્સ વચ્ચે વાતો ઘણા સમય પહેલેથી જ આવવા લાગી હતી. જો કે બુમરાહ અને સંજનાએ ક્યારેય સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી ન હતી.જસપ્રીત બુમરાહે સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો.

જસપ્રીત બુમરાહે સોમવારે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો.

બુમરાહ અને સંજનાની લવ સ્ટોરી મેદાન પર ઇન્ટરવ્યૂથી શરૂ થઈ હતી અને પછી બંનેએ જીવનભર માટે એક-બીજાના થવાનો નિર્ણય લીધો હતો. સંજનાએ આઈપીએલ, વર્લ્ડ કપ અને પ્રીમિયર બેડમિન્ટનલીગ (પીબીએલ) દરમિયાન અનેક શો હોસ્ટ કર્યા છે.

જસપ્રીત બુમરાહ એકમાત્ર એવો ક્રિકેટર નથી કે જેણે સ્પોર્ટ્સ એન્કર અથવા ટેલિવિઝન એન્કરને પોતાના જીવનસાથી તરીકે પસંદગી કરી હોય. તે પહેલાં પણ ઘણા ક્રિકેટરો સ્પોર્ટ્સ એન્કર પર ફિદા થઈ ચૂક્યા છે.

વોટસને ફોક્સ સ્પોર્ટ્સ ચેનલથી લોકપ્રિય એન્કર લી ફરલોંગ સાથે લગ્ન કર્યા હતા.

વોટસને ફોક્સ સ્પોર્ટ્સ ચેનલથી લોકપ્રિય એન્કર લી ફરલોંગ સાથે લગ્ન કર્યા હતા.

શેન વોટસન અને લી ફરલોંગ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનનું પણ આ યાદીમાં નામ છે. વોટસનનું દિલ ફોક્સ સ્પોર્ટ્સ ચેનલથી લોકપ્રિય એન્કર લી ફરલોંગ પર આવી ગયું હતું. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વોટસને 2010માં ફરલોંગ સાથે લગ્ન કર્યા હતા. અત્યારે બંનેને બે બાળકો છે.

ગુપ્ટિલે સપ્ટેમ્બર 2014માં લૌરા મેકગોલ્ડરિક નામની સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કર્યાં હતા.

ગુપ્ટિલે સપ્ટેમ્બર 2014માં લૌરા મેકગોલ્ડરિક નામની સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કર્યાં હતા.

માર્ટિન ગુપ્ટિલ અને લૌરા મેકગોલ્ડરિક

ન્યુઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલે સપ્ટેમ્બર 2014માં લૌરા મેકગોલ્ડરિક નામની સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કર્યાં હતાં ગુપ્ટિલની પત્ની સ્કાય સ્પોર્ટ્સ ચેનલની લોકપ્રિય એન્કર છે. લગ્નના 6 વર્ષ પછી બંનેને એક પુત્રી અને એક પુત્ર પણ છે.

મોર્કે મોર્કેલે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એન્કર રોઝ કૈલી સાથે લગ્ન કર્યા છે.

મોર્કે મોર્કેલે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એન્કર રોઝ કૈલી સાથે લગ્ન કર્યા છે.

મોર્ને મોર્કેલ અને રોઝ કૈલી

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને પણ એન્કર પર પોતાનું દિલ હારી બેઠા હતા. મોર્કે મોર્કેલે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એન્કર રોઝ કૈલી સાથે લગ્ન કર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ મોર્કેલ સિડની (ઓસ્ટ્રેલિયા)માં જઈને સ્થાયી થયા છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી શોન માર્શે એન્કર રેબેકા ઓડોનોવાન સાથે લગ્ન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન ખેલાડી શોન માર્શે એન્કર રેબેકા ઓડોનોવાન સાથે લગ્ન કર્યા હતા.

શોન માર્શ અને રેબેકા ઓડોનોવાન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી શોન માર્શે એપ્રિલ 2014માં ચેનલ-7 ની એન્કર રેબેકા ઓડોનોવાન સાથે લગ્ન કર્યા હતા. શોન અને રેબેકાને હાલમાં ત્રણ બાળકો છે.

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર બેન કટીંગે પણ ટીવી એન્કર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર બેન કટીંગે પણ ટીવી એન્કર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

બેન કટીંગ અને એરિન હોલેન્ડ

ઓસ્ટ્રેલિયન ટીમના બીજા એક ઓલરાઉન્ડર બેન કટીંગે પણ ટીવી એન્કર એરિન હોલેન્ડ સાથે લગ્ન કર્યા હતા. એરિન હોલેન્ડ મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા રહી ચૂકી છે. આ સિવાય તે ટીવી એન્કર, હોસ્ટ, એન્કર, મોડેલ, ડાન્સર અને સામાજિક કાર્યકર પણ છે. એરિને બેન કટીંગનું ઇન્ટરવ્યુ પણ લીધું હતુ.

બિન્નીએ ક્રિકેટ જગતની પ્રખ્યાત એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા.

બિન્નીએ ક્રિકેટ જગતની પ્રખ્યાત એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા.

સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેંગર

ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટ જગતની પ્રખ્યાત એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા. પોતાની પ્રોફેશનલ લાઈફમાં મયંતી લેંગરે બિન્નીનો ઘણી વખત ઇન્ટરવ્યૂ કર્યો હતો. ધીરે ધીરે બંનેએ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને વર્ષ 2014માં તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here