Monday, September 20, 2021
Homeબાબા રામદેવને ટ્રોલ કરવા ગયેલા જાવેદ જાફરી પોતે જ ટ્રોલનો શિકાર બન્યા
Array

બાબા રામદેવને ટ્રોલ કરવા ગયેલા જાવેદ જાફરી પોતે જ ટ્રોલનો શિકાર બન્યા

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ પર મજાક કરવા ટ્વિટ કર્યા પછી, જાવેદ જાફરી સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા નિંદાનો સામનો કરવો પડ્યો હતો. જાવેદે શનિવારે તેના મિત્ર દ્વારા મોકલેલ એક રમુજી જોક પોસ્ટ કર્યો હતો, જેમાં બાબા રામદેવની કંપની દ્વારા બનાવવામાં આવેલા મીઠા પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

જાવેદે લખ્યું છે કે, આ મને મારા એક મિત્ર પાસેથી મળ્યો પતંજલિના મીઠાનું પેકેટ કહે છે કે તે 2500 વર્ષના હિમાલયના ખડકમાંથી બનાવવામાં આવે છે અને એક્સપાયરી ડેટ 2019 છે. ઓ ભગવાન, બાબા યોગ્ય સમયે ખોદી લાવ્યા નહીંતર તો તે હિમાલય પર સમાપ્ત થઈ ગયું હોત. “જાવેદનું આ ટ્વિટ સોશિયલ મીડિયાના એક વિભાગને પસંદ ન આવ્યું અને લોકોએ જાફરીને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી.

એક યુઝરે ટ્વિટ કર્યું, મીઠાના દાણા સમય સાથે ભેજ શોષી લે છે, ખડકોમાં પાણીનું શોષણ ઓછું હોય છે, શું તેઓએ ક્યારેય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે? અન્ય વપરાશકર્તાએ લખ્યું, ધમાલ અભિનેતાને ફૂડ પેકેજિંંગ વિશે યોગ્ય માહિતી નથી મળી

એક ટ્વિટમાં લખ્યું હતું કે, તમે ફૂડ પેકેજિંગ ટેક્નૉલૉજીના જ્ઞાન વિના ટ્વિટ કરી રહ્યાં છો. જો તમારી પાસે સમય હોય, તો કૃપા કરીને ઇન્ડિયન ફૂડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એફએસએસએઆઇ)ની વેબસાઇટ વાંચો, ત્યાર પછી તમને ઉપયોગ માટે તારીખ સમજાશે.

જાવેદે પણ પોતાને ટ્રોલ કરનારા લોકોને જવાબ આપ્યો હતો. તેણે લખ્યું, તમે કોમેડી અને કટાક્ષના જ્ઞાન વિના ટ્વિટ કરી રહ્યાં છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments