ઈમોશનલ નોટ : પિતા જગદીપને યાદ કરીને જાવેદે લખ્યું- આ જ તો છે 70 વર્ષની સાચી કમાણી, તમારું નામ સૂરમા ભોપાલી કઈ એમ જ ન હતું

0
0

8 જુલાઈના કોમેડિયન અને સૂરમા ભોપાલીના કેરેક્ટરથી ફેમસ થયેલ જગદીપનું નિધન થયું હતું. જગદીપના નિધનના 6 દિવસ પછી જાવેદ જાફરીએ એક લાંબી પોસ્ટ શેર કરીને પિતાને યાદ કર્યા છે. સાથે જ તેના દુઃખમાં સામેલ થનાર તમામ લોકોનો આભાર માન્યો છે. જાવેદે ટ્વીટર પર લખ્યું, એ બધા લોકોનો આભાર જે મારા પિતાના મૃત્યુ બાદ પ્રેમ, દિલાસો અને દુઃખ વહેંચવા મારા દુઃખમાં સામેલ થયા. આટલો પ્રેમ, આટલી દુઆ, આટલી ઈજ્જત…આ જ તો છે 70 વર્ષની સાચી કમાણી.

જાવેદે તેની પોસ્ટમાં પિતાના સંઘર્ષ વિશેની વાત કરી છે. જાવેદે લખ્યું કે, 10 વર્ષથી 81 વર્ષની ઉંમર સુધી ફિલ્મોમાં જ જીવતા રહ્યા. એક પિતા જેમણે મને પોઝિટિવિટી અને પ્રેરણાની હજારો કહાનીઓ સાથે જીવનનું મૂલ્ય સમજાવ્યું. ગરીબીનું કારણ જણાવ્યું. સમર્પણનું મહત્ત્વ સમજાવ્યું અને કલાની કુશળતા શીખવી. હંમેશાં હસતા રહ્યા. સાચી સફળતાનું અનુમાન લગાવતા શીખવ્યું. તમને કોણ ઓળખે છે તેના કરતાં તમારા વિશે શું જાણે છે.

શું માણસ હતા તેઓ, શું જર્ની રહી તેમની. અંતે હું તેમની કહેલી વાત શેર કરીશ જે તેમને તેમની માતા કહેતા હતા, એ મંઝિલ શું જે સરળતાથી હાંસિલ થઇ જાય, તે મુસાફર જ શું જે થાકીને બેસી જાય, પણ જિંદગી ક્યારેક થાકીને બેસવા પર મજબૂર કરી દે છે. મનોબળ દ્રઢ હોય છે પણ શરીર સાથ નથી આપતું. એ વ્યક્તિ જેને હું પપ્પા કહેતો હતો અને દુનિયા તેમને અલગ અલગ અવતારથી જાણતી હતી. સલામ. તમારું નામ સૂરમા ભોપાલી એમ જ ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here