દહેગામ : આશાપુરા માતાજી ના મંદીરમા વાવેલા જવારા ની મેશ્વા નદીમા વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી

0
62

હરસોલી ગામે આજે નોમના દીવસે રાજાવત રાજપુત ચૌહાણ સમાજના કુળદેવી આશાપુરા માતાજીનો મંદીરમા વાવેલા જવારા પધરાવવા માટે મહિલાઓ, પુરૂષો અને ગ્રામજનો વાજતે ગાજતે મેશ્વો નદીમા પધરામણી કરવા જાય છે.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે ગામની પાદરે આવેલુ રાજાવત રાજપુત ચૌહાણ સમાજના કુળદેવી આશપુરી માતાજીના મંદીરમા દર વર્ષે  આ સમાજના  સર્વ આગેવાનો ભેગા મળીને નવરાત્રીના બીજના દીવસે જવારા નાખવામા આવે છે અને જવારા નાખ્યા પછી આઠમના દીવસે આ માતાજીનુ હવન કરવામા આવે છે. અને આ જવારા ગામની એક દીકરીના માથે લઈને વાજતે ગાજતે મહિલાઓ માતાજીના ગાણા ગાઈ એક યુવાન હાથમા તલવાર લઈ સૌ ભેગા મળી આશાપુરા માતાજીની જય બોલાવીને આ જવારા આશાપુરા માતાજીના મંદીરેથી મેશ્વો નદીમા પધરાવવા માટે જાય છે.

બાઈટ : અગરસિંહ ચૌહાણ, આશાપુરા માતાજી ટ્રસ્ટી, હરસોલી

 

અને આજના આ પાવન પવિત્ર દીવસે મેશ્વો નદીમા આ જવારા પધરાવીને મેશ્વો નદીના અને આશાપુરા માતાજીના આશિર્વાદ લઈ સૌ ગ્રામજનો પાવન થાય છે. આમ નવરાત્રીના નવમા નોરતાના દીવસે હરસોલી ગામે આ માતાજીના ધામે મોટી સંખ્યામા આ પર્વને ખુબ જ ધામધુમ પુર્વક ઉજવવામા આવે છે. અને માતાજીને પ્રાથના કરી મા આશાપુરા મા સૌનુ રક્ષણ કરે તેવા આશિર્વાદ લઈ સૌ છુટા પડે છે.

 

  • આજે આ પ્રસંગે ગામની મહિલાઓ, દીકરીઓ, યુવાનો અને આગેવાનો સૌ ભેગા મળી ગામની દીકરીના માથે જવારા મુકીને મેશ્વો નદીમા પધરાવવામા આવ્યા
  • નવરાત્રી બીજના દીવસે આશાપુરા માતાજીના મંદીરે જવારા નાખવામા આવે છે અને આઠમના દીવસે હવન કરી નોમના દીવસે વાજતે ગાજતે આ જવારા મહિલાઓ દ્વારા માતાજીના ગાણા ગાઈને છેક મેશ્વો નદી સુધી પધરાવવા જાય છે
  • અને આજના આ પાવન પર્વ દીવસ નીમીત્તે આ પ્રસંગને સૌ ભેગા મળી ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરવામા આવે છે
  • આશાપુરા માતાજીના મંદીરે મોટી સંખ્યામા ગ્રામજનો ઉમટી પડે છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here