રાજકોટ : જયંતી ભાનુશાળી હત્યા કેસ : બિનતહોમત છોડી મુકવાની જયંતી ઠક્કરની અરજી રદ.

0
5

અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેને શાર્પશૂટરો દ્વારા કરવામાં આવેલી હત્યાના બનાવના માસ્ટર માઇન્ડ ગણાતા આરોપી જયંતી જેઠાલાલ ઠક્કરે આ કેસમાં તેમને બિનતહોમત છોડી મુકવા કરેલી અરજીને ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

કેસની વિગત મુજબ, જયંતી ભાનુશાળી ગત તા.7-1-2019નાં રોજ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. ત્યારે ટ્રેન સામખિયાળી પાસે પહોંચતા ચાલુ ટ્રેને તેમના પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જે બનાવ બાદ ગાંધીધામ રેલવે પોલીસ મથકમાં આરોપી તરીકે છબીલદાસ નારણભાઇ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતી ઠક્કર, સિધ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. હત્યાના બનાવનો ભેદ ઉકેલવા માટે સીટની રચના કરવામાં આવી હતી. જેની તપાસમાં એક પછી એક એમ બાર આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

છેલ્લા દોઢ વર્ષથી જેલમા રહેલા આરોપી જયંતી ઠક્કરે અદાલતમાં પોતાની સામે કોઇ પુરાવો ન હોવાનું જણાવી કેસમાંથી છોડી મુકવા અરજી કરી હતી. જે અરજીને પગલે આ કેસમાં રોકાયેલા સ્પે.પી.પી. તુષાર ગોકાણીએ અરજીનો વિરોધ કરી રજૂઆત કરતા જણાવ્યું કે, આરોપી ખુબ જ ચાલાક છે.

તમામ ગોઠવણો કરી શાર્પશૂટરોને ગુનાનો અંજામ કઇ રીતે આપવો તે સમજાવી હથિયાર માટે મુંબઇમાં પાંચ લાખ આપ્યાના પુરાવા પણ છે. જયંતી ઠક્કર અને છબીલ પટેલના ઇશારે જયંતી ભાનુશાળીની રાજકીય કારકિર્દીને દાગ લગાડવા ખોટી ફરિયાદો કરી પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં સફળતા નહીં મળતા કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડી પ્લાનને પાર પાડયો છે. સીટની તપાસમાં તમામ સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં ઠક્કર અને છબીલ પટેલના મોબાઇલ રેકોર્ડિંગનો પણ સમાવેશ થાય છે. જે આરોપી સામે મજબૂત પુરાવાઓ આરોપીના જામીન નામંજૂર કરવા દલીલ કરી હતી. ભચાઉ અધિક સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સાહેદોના નિવેદનો તેમજ પુરાવાઓને જોતા આરોપી જયંતી ઠક્કર સામે કેસ ચલાવવા માટે વાજબી પુરાવાઓ છે. ત્યારે સમગ્ર કેસનું અંતિમ પુરાવાકીય મુલ્યાંકન ન કરી આરોપી સામેના રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખી આરોપી જયંતી ઠક્કરની ડીસ્ચાર્જ કરવાની અરજીને નામંજૂર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here